ભારતનું સૌપ્રથમ કેશલેસ ગામ નાણાભીડમાં, જાણો કેમ?

નોટબંધી બાદ પહેલી વાર સાબરકાંઠા જીલ્લો જાણે કેશલેસ બની ગયો છે. સતત ત્રીજા દિવસે તમામ બેન્કોના એ.ટી.એમ ખાલી પડ્યા છે. તો ભારતનું સૌપ્રથમ ડીજીટલ અને કેશલેશ ગામ એવું આકોદરા પણ મોટી નાણાભીડ અનુભવી રહ્યું છે. જેને લઈને લોકો હેરાન પરેશાન થઇ ગયા છે.

છેલ્લા ત્રણ દિવસથી સાબરકાંઠા જીલ્લાના લોકો અને એ.ટી.એમ  કેશલેસ થઇ ગયા છે. હિંમતનગરની વાત કરીએ તો ૩૭  એ.ટી.એમ.માંથી ૩૫ એ.ટી.એમ.માં પૈસા નથી. તો અન્ય બે  એ.ટી.એમ.માંથી માત્ર 2000 રૂપિયા જ નીકળી રહ્યા છે. જેને લઈને લોકો  એ.ટી.એમ.ના ધક્કા ખાઈને વિલા મોઢે પરત ફરી રહ્યા છે.

CRICKET.GSTV.IN

તો જો વાત કરીએ ભારતનાં સૌ પ્રથમ ડીજીટલ અને કેશલેસ ગામ એવા આકોદારની તો અહીં પણ એ.ટી.એમ ખાલીખમ બન્યા છે. ગામમાં આવેલી બેંકોમાંથી પૈસા ન મળતા નોટબંધી સામે રોષ વ્યક્ત કરી રહ્યાં છે. તો કેટલાક લોકો ડીજીટલ ગામ જોઈને પૈસા ઉપાડવા આકોદરા આવેલા તેઓને પણ નિરાશા મળે છે.

સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં આવી સ્થિતિ છે. લોકો એક બાદ એક એટીએમ ફરે તો પણ ક્યાંયથી પૈસા ન મળે. તો બેંકોએ પણ જાણે નોટબંધી લાદી દીધી હોય એમ ચેકથી માત્રને માત્ર 10 હજાર રૂપિયા જ ચૂકવાઈ રહ્યા છે. જેને લઈને લગ્ન પ્રસંગો અને અન્ય વહેવારો અટવાઈ ગયા છે. નોટબંધી વખતે જે પરિસ્થિતિ ઉભી થઇ હતી એવી જ પરિસ્થિતિ લોકો અત્યારે અનુભવી રહ્યાં છે. આ તમામ મુશ્કેલીઓ વચ્ચે ખાતેદારો અને બેંકોના સ્ટાફ વચ્ચે ઘર્ષણ થઇ રહ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter