WTA રેકિંગ : વોજ્નિયાકી ટોચ પર કાયમ, જર્મનીની જૂલિયા પહેલાવાર ટોપ-10માં

ડેનમાર્કની કેરોલિન વોજ્નિયાકીએ ડબ્લ્યૂટીએની મહિલા સિંગલ્સ ખેલાડીઓની તાજા રેકિંગમાં પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. જ્યારે જર્મનીની જૂલિયા જાર્જેસ પહેલીવાર ટોપ-10 માં સામેલ થઇ છે.

વર્ષના પહેલા ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીતનાર વોજ્નિયાકી 2012 બાદ પહેલીવાર ગત સપ્તાહે ડબ્લ્યૂટીએ રેકિંગમાં ટોચ પર પહોંચી હતી. તેમને રોમાનિયાની સિમોના હાલેપની જગ્યા લીધી હતી.

ટોપ-10 WTA રેકિંગ :

1 કેરોલિન વોજ્નિયાકી – ડેનમાર્ક – 7965 પોઇન્ટ

2 સિમોના હાલે – રોમાનિયા  – 7616 પોઇન્ટ

3 એલીના સ્વિટોલિના – યૂક્રેન – 5835 પોઇન્ટ

4 ગાર્બાઇન ગુગુરુજા – સ્પેન – 5690 પોઇન્ટ

5 કેરોલિના પ્લિસ્કોવા – ચેક ગણરાજ્ય – 5445 પોઇન્ટ

6 જેલેના ઓસ્તાપેંકો – લાટવિયા – 5000 પોઇન્ટ

7 કેરોલિન ગાર્સિયા – ફ્રાન્સ – 4495 પોઇન્ટ

8 વીનસ વિલિયમ્સ – અમેરિકા – 4277 પોઇન્ટ

9 એન્જેલિક કર્બર – જર્મની – 3031 પોઇન્ટ

10 જૂલિયા જોર્જેસ – જર્મની – 2900 પોઇન્ટ

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter