31 માર્ચ પહેલા ખરીદી લો નવી કાર, આ કાર કંપનીઓ આપી રહી છે 1 લાખથી વધારેનું ડિસ્કાઉન્ટ

જો તમે નવી ગાડી ખરીદવાનું કે જૂની ગાડી એક્સચેન્જ કરવાનું વિચારી રહ્યાં હોય તો 31 માર્ચ પહેલાં જ કરી લો કારણ કે દેશની અગ્રણી કાર કંપનીઓ ખાસ ઑફર્સ લઇને આવી છે જેના પર તમને 1 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને ફ્રી ઇન્શ્યોરન્સ આપવામાં આવશે. મારૂતિ સુઝુકી, ટાટા મોટર્સ, હોન્ડા, ફોર્ડ, મહિન્દ્રા અને હ્યુન્ડાઇ જેવી દિગ્ગજ કાર કંપનીઓ ધમાકેદાર ઑફર લઇને આવી છે.

મારૂતિની આ કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી અલ્ટો 800 પર 60 હજાર રૂપિયાથી વધુનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેમાં 30 હજૈર રૂપિયાની એક્સચેન્જ અમાઉન્ટનો પણ સમાવેશ થાય છે. સાથે જ અલ્ટોના કે10 પર 70 હજાર રૂપિયા, વેગન આપ પર 1 લાખ 10 હજાર રૂપિયા, સેલેરિયો પર 95 હજાર રૂપિયા, સિયાઝ પર 85 હજાર રૂપિ., ઇગ્નિસ પર 80 હજાર રૂપિયા, અર્ટિગા પર 50 હજાર રૂપિયા અને ડિઝાયર પર 25 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેમાં એક્સચેન્જ પ્રાઇઝનો પણ સમાવેશ થાય છે.

ટાટાની આ કાર પર મળશે ફ્રી ઇન્શ્યોરન્સ

ટાટા મોટર્સ પણ પોતાની કેટલીક કાર પર કેશ ડિસ્કાઉન્ટ અને કેટલીક કાર પર ફ્રી ઇન્શ્યોરન્સ આપી રહી છે. જે કારના મોડલ પર ફ્રી ઇન્શ્યોરન્સ મળી રહ્યું છે તેમાં ટિયાગો, ટિગોર, હેક્સા અને નેક્સૉનનો સમાવેશ થાય છે. સાથે જ બોલ્ટ પર 55 હજાર અને ઝેસ્ટ પર 10 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

ફૉક્સવેગનની આ કાર પર મળી રહ્યું છે 40 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ

ફૉક્સવેગન પોતાના કેટલાંક પસંદગીના મોડેલ પર 40 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જ્યારે પોલો પર 40 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. સાથે જ વેન્ટો પર પણ 30 હજાર રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે.

ટોયોટા આ કાર પર આપી રહી છે 40 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ

ટોયોટા Etios liva પર 20 હજાર રૂપિયા, Etios sedan પર 30 હજાર રૂપિયા અને Corolla altis પર 40 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter