હાઇકોર્ટથી મમતા સરકારને ઝટકો, મહોર્રમના દિવસે કરી શકાશે મૂર્તિ વિસર્જન

મૂર્તિ વિસર્જન મામલે કોલકત્તા હાઈકોર્ટે મમતા બેનર્જીને મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે મમતા બેનર્જીના તમામ આદેશ રદ કર્યા છે. હાઈકોર્ટે કહ્યું છે કે મહોર્રમના દિવસે પણ રાત્રે 12 વાગ્યા સુધી દુર્ગા માતાની મૂર્તિઓનું વિસર્જન કરી શકશે.

હાઈકોર્ટે પોલીસને મૂર્તિ વિસર્જન અને મહોર્રમ માટે રૂટ નક્કી કરવા આદેશ કર્યો છે. દુર્ગા પૂજન અને મોહર્રમ મામલે હાઈકોર્ટે ફરી મમતા બેનર્જી સરકારને ફટકાર લગાવી હતી. સુનાવણી કરતા હાઈકોર્ટે કહ્યું કે પ્રતિબંધ લગાવવો સૌથી અંતિમ વિકલ્પ છે. ત્યારે કોર્ટે સવાલ કર્યો કે અંતિમ વિકલ્પનો ઉપયોગ પહેલા કેમ? સરકારે એક પછી એક પગલા લેવા જોઈએ.

હાઇકોર્ટે કહ્યું કે જો પ્રતિબંધ લગાવવો હોય તો તમામ પર કેમ ન લગાવ્યો? હાઈકોર્ટે કહ્યું કે સરકાર આધાર વગર અધિકારોનો ઉપયોગ કરી રહી છે. સરકાર પાસે અધિકાર છે પરંતુ અમર્યાદીત નથી. વગર આધારે તાકાતનો ઉપયોગ અયોગ્ય છે. અંતિમ વિકલ્પનો નિર્ણય સૌથી છેલ્લે કરવો જોઈએ.

હાઇકોર્ટે બુધવારે પણ આ મુદ્દે મમતા સરકાર વિરુદ્ધ કડક ટીપ્પણી કરી હતી. હાઇકોર્ટે રાજ્યની મમતા સરકારને કહ્યું હતું કે તમે જ્યારે એ વાતનો દાવો કરતા હોય કે રાજ્યમાં સાંપ્રદાયિક સદભાવ છે તો તમે બે સમુદાયો વચ્ચે સાંપ્રદાયિક ભેદ પેદા કરવાના પ્રયાસ કેમ કરી રહ્યા છો.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter