લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો ગુરૂ ગ્રહને રિઝવવાના આ છે સરળ ઉપાય

યુવક કે યુવતી ન લગ્ન ન થતા હોય કે વાત ચાલીને અટકી જતી હોય તેમના માટે અચૂક નિવારણ છેકે દેવોના પણ ગુરૂ એવા બૃહસ્પતિને પ્રસ્ન્ન કરવા. ગુરુનું દરેક ભ્રમણ હંમેશા માનવી ના જીવનમાં નવી જ આશા,નવી જ ચેતનાનું સર્જન કરે છે.ગુરુનું નામ બૃહસ્પતિ છે.અને તેઓ દેવોના આચાર્ય હોવાના નાતે દરેક ના જીવન માં કોઈ ને કોઈ માંગલિક પ્રસંગ નું સર્જન કરે છે. ગોચરમાં ગુરુ અને શુક્ર સારા સંબંધ વડે લગ્ન શક્ય બનાવે છે.

ઘણી વાર કુંડળીમાં એવા ગ્રહો જન્મ સમયે ગોઠવાયેલા હોય છે કે પરણવાની ઉંમર થઇ હોય પરણવાની તાલાવેલી પણ ઘણી હોય છત્તા યોગ્ય પાત્રો સામે આવતા જ નથી. પાત્ર ગમે છે તો હા ના થયા કરે છે અને છેવટે સીઝન પુરી થાય છે. અને વધુ આવતા વર્ષે જેવી હાલત થાય છે.આની પાછળ કુંડળી પ્રમાણે બધાને જુદા જુદા કારણો જવાબદાર હોય છે.

જો તમે આ સ્થિતિ માંથી પસાર થઇ રહ્યા હોય હો તો ગુરુદેવ ની,દેવોના આચાર્ય ની ચોક્કસ કૃપા તમારા પર ઉતરે તેવો સુંદર પ્રયોગ અહીં રજૂકર્યા છે.

કન્યાઓની કુડળીમાં ગુરુ પતિસુખનો કારક છે તેથી છોકરીઓ ને આ પ્રયોગ વધુ ફળે છે, છતા ગુરુ માંગલિક પ્રસંગોનો કારક હોવાથી યુવકોને પણ આ પ્રયોગ ફળશે જે દંપતી ને સંતાન ન હોય તે લોકોમાં પુરુષે આ પ્રયોગ ખાસ કરવો,જોકે આ વિધીઓ કન્યા માટે વિશેષ લાગુ પડે તેમ છે.

 સૌ પ્રથમ તમારું વજન કરાવી લો અને તેના દસમાં ભાગના વજન જેટલું મીઠું બુધવારે ખરીદો.જો તમારું વજન 42 કિલો હોય તો 4 કિલો 200 ગ્રામ આખું અથવા દળેલું મીઠું બુધવારે ખરીદીને ગુરુવારે સવારે તેમાંથી એક મુઠી મીઠું સ્નાન કરવાના પાણીમાં નાખી ને મીઠાવાળા પાણીથી સ્નાન કરો.બાકીનું મીઠું તમારા પોતાના હાથે નદી,દરિયા,કે તળાવ માં ગુરુવારે કોઈ પણ સમયે પધરાવી દો.

તે જ પ્રમાણે દસમા ભાગના વજન જેટલી ચણાના લોટની મીઠાઈ ખરીદો. આ મીઠાઈના આશરે પાંચ ભાગ પાડો એકસરખા વજનના ભાગ જરૂરી નથી. એક ભાગ મંદિરમાં, બીજો ભાગ બ્રાહ્મણનો,ત્રીજો ભાગ ગાયનો એટલે કે એટલે કે ગાયનો,ચોથોભાગ કૂતરાનો અને પાંચમો ભાગ નદી તળાવ કે દરિયામાં પધરાવાનો આ પ્રયોગ પણ ગુરુવારે જ કરવાનો. આ વાર કરવાનો છે.આ ખર્ચ આર્થિક અનુકૂળતા હોય તો જ કરવો .
આ ના બંને પ્રયોગ કોઈ પણ ગુરુવારે એક જ વાર કરવો. આ ઉપાય વારંવાર કરવાની જરૂર નથી.

તેમજ ગુરૂ એટલે કે બૃહસ્પતિને  ખરા હદયથી પ્રાર્થન કરવી

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter