અરવલ્લી : 5 હજાર રૂપિયા મુકશો, તો જ લોન પાસ થશે

અરવલ્લીના મોડાસા ખાતેની બહુમાળી ભવનમાં ઉદ્યોગ કેન્દ્ર કચેરીના અધિકારી ભ્રષ્ટ હોવાનો આક્ષેપ કરાયો છે. લૉન મેળવવા આવેલા અરજદારોએ આક્ષેપ કર્યો છે કે અરજદારો પાસે લૉન પાસ કરાવવા અધિકારી રૂપિયા માંગે છે.

જો લૉન પાસ કરાવવી હોય તો કવરમાં 5 હજાર રૂપિયા મુકશો તો જ લોન પાસ થશે તેવી માંગણી કરાતી હોવાના આક્ષેપ કર્યા છે. અધિકારી અરજદારોને દબાણ પૂર્વક જણાવતા હોય છે કે કવર ઉદ્યોગ કેન્દ્રના એજન્ટને આપવા મજબુર કરતા હોવાનો પણ અરજદારોએ આક્ષેપ કર્યો છે.

CRICKET.GSTV.IN

અધિકારી અને અરજદાર સાથેનો જે વાર્તાલાપ છે. એ અરજદારે તેના મોબાઈલમાં વિડીયો કંડારી લીધો હતો. આ મામલે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને અરજદારે બોલાવી દઈ હકિકત જણાવતા ધારાસભ્યએ બીજા અન્ય અરજદારો સાથે આવા ભ્રષ્ટચારનો શિકાર ન બને તે માટે ઉચ્ય કક્ષાએ રજુઆત કરવાનું અને જરૂર જણાય તો ઉપવાસ પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter