બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો, મુસ્લિમ મહિલાઓ પણ ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ

બોમ્બે હાઈકોર્ટે પોતાના એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છેકે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ હેઠળ સુરક્ષાની માગણી કરી રહેલી મુસ્લિમ મહિલાઓને આમાથી બાકાત કરી શકાય નહીં. જસ્ટિસ ભારતી ડાંગરેએ મુંબઈના વતની મુસ્લિમ યુવકની અરજી નામંજૂર કરતા તેને તેની પત્ની અને બે બાળકો માટે એક લાખ પાંચ હજાર રૂપિયાનું માસિક ભરણ-પોષણ ચુકવવા અને ઘરનું ભાડું આપવાનો આદેશ આપ્યો છે.

હાઈકોર્ટે ફેમિલી કોર્ટના ચુકાદાને સમર્થન આપ્યું છે. યુવકનો દાવો હતો કે દંપત્તિ ઈસ્લામિક અલવી બોહરા સમુદાય સાથે સંબંધ ધરાવે છે અને તેઓ મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડને આધીન છે. માટે વિશેષ ઘરેલુ હિંસા નિષેધ કાયદા તેમના પર લાગુ થઈ શકે નહીં. આના જવાબમાં હાઈકોર્ટે કહ્યું છે કે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ મુસ્લિમ મહિલાઓને આની જોગવાઈથી અલગ કરી શકાય નહીં.

જસ્ટિસ ભારતીએ કહ્યું છે કે આ કાયદો ડોમેસ્ટિક વાયલન્સની શિકાર બનેલી મહિલાઓના અધિકારોની સુરક્ષા કરે છે અને આમા ક્યાંય એવું નથી કે તેના કારણે મુસ્લિમ મહિલાઓને આની જોગવાઈ હેઠળ રાખી શકાય નહીં. બોમ્બે હાઈકોર્ટે ક્હ્યું છે કે આ કાયદો મહિલાઓ માટે ઉપલબ્ધ અન્ય કાયદાઓ સાથે જોડાયેલો છે અને કાયદાની જોગવાઈમાં કોઈ વિશેષ ધર્મથી સંબંધિ મહિલાઓને આના નિયમો દ્વારા પ્રતિબંધિત કરી શકાય નહીં.

બોમ્બે હાઈકોર્ટે કહ્યું છે કે વ્યક્તિના પત્નીને ટ્રિપલ તલાક આપવાના દાવા અને બીજા નિકાહ કરી લેવાથી તેની જવાબદારીઓથી તે મુક્ત થતો નથી. ન્યાયાધીશએ કહ્યુ છે કે તલાકનું તથ્ય શખ્સ દ્વારા સાબિત થયું નથી અને માત્ર કોર્ટમાં તલાકનામું રજૂ કરી લેવા માત્રથી નિકાહ સમાપ્ત થઈ શકતા નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter