VIDEO: ગણેશ ચતુર્થીના પર્વ પર સની લિયોનનો નવા ઘરમાં ગૃહ પ્રવેશ

ગણેશ ચતુર્થીના પાવન અવસરે જ્યાં બોલિવૂડના સિતારા અને ટીવી સિરિયલના કલાકારો ગણપતિજીના ભક્તિ ના રંગમાં રંગાઈ ગયા છે ત્યારે સની લીયોને તેના નવા ઘર માં પ્રથમ પગલાં પાડ્યા છે. જી હા, સની લિયોને તેના નવા ઘર ની ઝલક પણ દેખાડી છે.

સોશિયલ મીડિયામાં આ માહિતી સની પોતે જ પ્રસારિત કરે છે અને તેણે કહ્યું કે ગણેશ ચતુર્થીના અવસરે આ એક શુભ કાર્ય કર્યું છે. અભિનેત્રી કહે છે કે ગણપતિ બાપ્પાને તે તેના નવા ઘરમાં સાથે લઈ જાય છે.

સની લિયોને મુંબઈમાં નવું ઘર ખરીદ્યું છે અને આ વાત સોશિયલ મીડિયામાં તેના ફેન્સની સાથે શેર કરતા એક વીડિયો તેના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં  અપલોડ કરતા કહ્યું કે, ” હું કોઈ વિધિ વિધાન નથી જાણતી છતાં અમે બન્નેએ આજે ગણપતિ બાપ્પાં સાથે અમારા નવા ઘરમાં શિફ્ટ થયા છીએ. આપ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ.”

સનીના આ વીડિયો બાદ ફેન્સે તેમને નવા ઘરની અને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને ફેન્સ તરફથી પ્રતિભાવોની વર્ષા થઈ હતી. જેમાં એક પ્રશંસકે લખ્યું હતું કે,”અભિનંદન તમને , અમે સદૈવ આપની ખુશીઓની કામના કરીએ છીએ. તમે બન્ને અદભુત છો” બીજા પ્રશંસકે કહ્યું કે, “નવા ઘર માટે અભિનંદન તમે વિશ્વની દરેક ખુશી ના હકદાર છો.”

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter