ભાજપ અધ્યક્ષ અમિત શાહે પત્ની સાથે કર્યા લાલબાગ ચા રાજાના દર્શન

ભાજપ અધ્યક્ષ અમિત શાહે મુંબઈમાં જાણીતા ગણેશ પંડાલ લાલબાગ કા રાજાના દર્શન કર્યા. તેઓ તેમના પત્ની સાથે મુંબઈમાં વિવિધ ગણેશ પંડાલમાં દર્શન કરવા નીકળ્યા હતા. તો સાથે પ્રભાદેવીમાં સિદ્ધિવિનાયક મંદિરમાં પણ પૂજા અર્ચના કરી. સમગ્ર મહારાષ્ટ્રમાં ગણેશોત્સવનું ઘણું મહત્વ છે.

દરવર્ષની જેમ આ વર્ષે પણ લાલબાગના રાજાના પંડાલને ભવ્ય રીતે સજાવવામાં આવ્યો છે. અને આ પંડાલની થીમ ઈકોફ્રેન્ડલી છે. લાલબાગના રાજા અત્યંત લોકપ્રિય છે. શ્રદ્ધાળુઓ દર્શન માટે લાંબી લાઈનોમાં કલાકો સુધી ઉભા રહીને રાહ જોતા હોય છે.

એમ માનવામાં આવે છે કે અહીં ગણેશ પ્રતિમાના દર્શન કરવા માત્રથી શ્રદ્ધાળુઓની તમામ મનોકામના પૂરી થઈ જાય છે. લાલબાગના રાજાના દરબારમાં અનેક રાજનેતાથી લઈને બોલીવુડના સિતારાઓ દર્શન માટે આવતા હોય છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter