બીટકોઈન પ્રકરણમાં આરોપી દિવ્યેશ દરજીને કોર્ટમાં રજૂ કરાયો

બીટકોઈન કૌભાંડ મામલે સુરત સીઆઇડી ક્રાઇમની ટીમને ગઇકાલે એક મોટી સફળતા હાથ લાગી હતી. જેમાં ફરિયાદ પ્રમાણે બીજા નંબરના કહેવાતા આરોપી દિવ્યેશ દરજીને પોલીસ દ્વારા દુબઈથી દિલ્હી આવતી વખતે દિલ્હી એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. 24 કલાક બાદ તેને સુરત ચીફ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો.

જ્યાં પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે બચાવ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી 28 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. દિવ્યેશ દરજીએ બિટકોઈન મામલામાં પ્રમોટર તરીકેની ભૂમિકા ભજવતો હતો. બીટકોઈનને પ્રમોટ કરવાનું કામ દિવ્યેશ કરતો હતો. સીઆઇડી ક્રાઇમ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં પ્રથમ ક્રમે સતીશ કુંભાણી અને બીજા ક્રમે દિવ્યેશ દરજીને આરોપી બનાવવામાં આવ્યા છે. ત્યારે આ કેસ થયાના તુરંત જ દિવ્યેશ દરજી દુબઈ ફરાર થઈ ગયો હતો.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter