BIGG BOSS 11 : આ Funny ટાસ્કમાં પ્રિયાંકે પહેરી બિકિની તો અર્શી બની પ્રેગનેન્ટ

સામાન્ય રીતે બિગબોસના ઘરમાં વિચિત્ર ઘટનાઓ ઘટતી રહે છે પરંતુ આ વખતે તો બિગબોસે જ એક વિચિત્ર ટાસ્ક આપ્યો હતો. ઘરમાં ચાલી રહેલાં લક્ઝરી બજેટ ટાસ્કમાં બીબી લેબ તૈયાર કરવામાં આવી છે, જોમાં રોબોટ અને કર્મચારીની બે ટીમ બનાવવામાં આવી છે. એક ટીમે રોબોટ બનવાનું હતું તો બીજી ટીમે રોબોટના ઇમોશન્સ બહાર લાવવાના હતાં.

આ ટાસ્કમાં પુનિશ સાયંટિસ્ટ અને કાર્યના સંચાલક રહ્યાં. આ ટાસ્કમાં ઘરવાસીઓએ પ્રોપ યૂઝ કરીને રોબોટને હસાવવાનો પ્રયાસ કર્યો.

જેમાં પ્રિયાંક શર્માનો લુક સૌથી વધુ ફની હતો.

બીજી બાજુ પોતાના અનોખા અંદાજ માટે જાણીતી અર્શી પોતાના ડ્રેસના અંદર ડોલ છુપાવી દે છે અને એક ગર્ભવતી મહિલા બનીને તે રોબોટ બનેલા કન્ટેસ્ટનેટ પાસે જાય છે અને કહે છે કે તે હિતેનના બાળકની મા બનવાની છે. અર્શીની આ હરકતથી બધાં જ રોબોટ હસવા લાગે છે.

તેવામાં બીજી બાજુ રોબોટ્સને હસાવવા માટે હિતેન પણ મહિલાનું રૂપ ધારણ કરે છે અને આકાશ પણ શર્ટ વિના એક્ટિંગ કરી રહેલા રોબોટ્સને હસાવવાનો પ્રયાસ કરે છે પરંતુ તેની આ એક્ટિંગ પર કોઇ હસતું નથી.

તેવામાં લવ પણ મહિલાનું  રૂપ ધારણ કરીને આવે છે અને તેને જોઇને પ્રિયાંક અને અન્ય સભ્યો હસે છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter