BIGG BOSS 11 : બિગબોસના ઘરમાં Wild card entry થશે  આ બે આ Bold Beauties ની, જુઓ તસવીરો

ટેલિવિઝનના લોકપ્રિય શો બિગબોસની હાલ 11મી સિઝન ચાલી રહી છે. આ શોમાં ગરરોજ કંઇકને કંઇક નવી ઘટનાઓ ઘટતી રહે છે. ક્યારેક કોઇ બે કન્ટેસ્ટન્ટ વચ્ચે ગાઢ મિત્રતા થાય છે તો ક્યારેક ક્ટ્ટર દુશ્મની.

આ સિઝનના ફિનાલે વચ્ચે હવે ફક્ત પાંચ અઠવાડિયા બાકી છે તેવામાં બિગબોસ એક નવો ટ્વિસ્ટ લઇને આવી રહ્યાં છે. બિગબોસના ઘરમાં એન્ટ્રી થશે બે વાઇલ્ડ કાર્ડની.

કહેવામાં આવી રહ્યું છે કે પહેલી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થશે પ્રિયાંક શર્માની એક્સ ગર્લફ્રેન્ડ દિવ્યા અગ્રવાલની.

તાજેતરમાં જ દિવ્યા એક ટાસ્ક દરમિયાન પ્રિયાંકને મળવા બિગબોસના ઘરમાં આવી હતી અને તેણે પ્રિયાંકને સમજાવ્યો હતો.

આ શોમાં થોડો મસાલો મેળવવા માટે નિર્માતાઓએ દિવ્યાની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરાવવાનું વિચાર્યું છે.

બિગબોસના ઘરમાં આવીને દિવ્યાએ પ્રિયાંક સાથેનું પોતાનું રિલેશનશીપ તોડી નાંખ્યું હતું તેથી તેમના ફેન્સ તેમને આ ઘરમાં એક સાથે જોવા માટે ઉત્સુક છે.

બિગબોસના ઘરમાં બીજી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી સાઉથની એક્ટ્રેસ ગહેના વશિષ્ઠની થશે.

ગહેના વશિષ્ઠ બિગબોસના ઘરમાં આવ્યા પહેલાં જ ચર્ચામા છે. અગાઉ મિડિયામાં પણ તેની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી અંગે સમાચારો આવી રહ્યાં હતાં.

ગહેના પોતાની બોલ્ડ ઇમેજના કારણે જાણીતી છે. પોતાની ઇમેજના કારણે તે બિગબોસ હાઉસમાં પણ ધમાલ મચાવશે.

ગહેનાએ અર્શી ખાન વિશે કહ્યું હતું કે અર્શી વિરુદ્ધ 10 ક્રિમિનલ કેસ પેન્ડીંગ પડ્યાં છે. હવે અર્શી અને ગહેનાને આ ઘરમાં એક સાથે જોવા રસપ્રદ રહેશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter