BIGG BOSS 11 : જીત બાદ ફેન્સને શિલ્પાએ આપ્યો  આ મેસેજ, જુઓ VIDEO

બિગ બોસ 11ની વિનર શિલ્પા શિંદે પોતાની જીત પર ખુબ ખુશ છે. સલમાન ખાન દ્વારા બિગ બોસ 11 ના વિનરની અનાઉન્સમેન્ટ બાદ શિલ્પાના ફેન્સ પણ ઘણા ખુશ છે અને શિલ્પાને આ સિઝનની વિજેતા જાહેર કરતી વખતે સમલાન ખુદ પણ ઘણો ખુશ નજરે પડ્યો. શિલ્પા માટે બિગ બોસની આ સફર ઘણી મહત્વપૂર્ણ રહી. એટલું જ નહી હવે શિલ્પા માત્ર ભાભી જી ઘર પર હેં ની ભાભી બનીને નહીં પરંતુ બિગ બોસ 11ની વિનર તરિકે ઓળખાશે.

શિલ્પાએ ફેન્સને માન્યો આભાર

ઘરથી બહાર આવ્યા બાદ જેવું શિલ્પાને જાણ થઇ કે તેને દેશની જનતાનો સપોર્ટ મળ્યો છે તો તેણે પોતાના ફેન્સ માટે એક વીડિયો શૅર કર્યો. આ વીડિયોમાં તેણે પોતાને જીતવામાં મદદ કરનારનો આભાર વ્યક્ત કર્યો.

મહત્વપૂર્ણ છે કે શિલ્પાના ફેન્સે તેને વિનર બનાવવા માટે એક નવો રેકોર્ડ બનાવી દીધો. ટ્વિટર પર શિલ્પા બિગ બોલની પહેલી એવી કન્ટેસ્ટન્ટ છે જેના માટે સૌથી વધારે ટ્વિટ કરવામાં આવ્યા હોય.
શિલ્પા શિંદે આ પહેલા પણ ઘણી ટીવી સિરીયલોમાં જોવા મળી ચૂકી છે. શિલ્પાએ ભાભીજી ઘર પર હેં પહેલા પણ ઘણી સિરીયલોમાં કામ કર્યુ છે. જોકે બિગ બોસમાં આવતા પહેલા શિલ્પા શિંદે ટીવીથી 2 વર્ષ દુર રહી હતી.

ADVERTISMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter