OMG ! BIGG BOSS 11 ના સેટ પર ચાલ્યા બુલ્ડોઝર

ટેલિવિઝનના પોપ્યુલર શો બિગબોસ 11ના સેટ પર જ્યારે બુલ્ડોઝર ચલાવવામાં આવ્યાં હતાં ત્યારે ઉહાપોહ મચી જવા પામ્યો હતો. હકીકતમાં બિગબોસના સેટ પર મ્યુનિસિપલ કાઉન્સિલે બુલ્ડોઝર ચલાવી દીધાં હતાં.

સૂત્રોએ જણાવ્યા અનુસાર લોનાવલા મ્યુનિસિપલ કાઉન્સિલે બિગબોસના સેટ પર બુલ્ડોઝર ચલાવતાં ગેરકાયદેસર રીતે બનાવેલા 13 ટોઇલેટ્સ તોડી પાડ્યાં હતાં.

અતિક્રમણ વિરોધી દળના આ પગલાનો બિગબોસના સ્ટાફે ખૂબ વિરોધ કર્યો તેમ છતાં આ ટોઇલેટ્સ ગેરકાયદેસર હોવાના કારણે તોડી પડાયા હતાં. આ મામલે બિગબોસને નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ કોઇ પ્રતિક્રિયા ન મળતાં આ પગલાં લેવામાં આવ્યાં હતાં.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter