સલમાનને જાનથી મારી નાંખવાની ધમકી મળ્યાં બાદ રદ્દ થઇ શકે છે Bigg Boss 11નું ફિનાલે

ગુરવારે સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી, તે પછી દબંગ ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. કેટલાંક અહેવાલો અનુસાર આ સ્થિતિમાં રવિવારે બિગબોસનાં ફિનાલે શુટમાં સલમાનનું સામલે થવું મુશ્કેલ છે.

બિગબોસના નિર્માતાઓએ પણ સલમાન ખાનને સઘન સુરક્ષા પુરી પાડી છે. સલમાનને સલાહ આપવામાં આવી છે કે તે પોતાના શુટિંગ શિડ્યુઅલ અંગે કોઇને ન જણાવે. જો કે હજુ સુધી એ વાતને કોઇ પુષ્ટિ કરવામાં નથી આવી કે બિગબોસનું ફિનાલે કેન્સલ થશે કે પછી સલમાનનું સ્થાન અન્ય કોઇ હોસ્ટ લેશે.

ઉલ્લેખનીય છે કે સલમાન ખાન આગામી ફિલ્મનું શૂટિંગ મુંબઇના ગોરેગામના ફિલ્મમસિટીમાં કરી રહ્યો છે. જેકલિન ફર્નાન્ડિઝ સાથે એક ગીતના શૂટિંગ દરમિયાન અચાનક એક ટોળુ સ્ટુડિયોમાં ધસી આવ્યું અને સલમાનને મારી નાખવાની ધમકી આપી. તરત જ પોલિસ ઘટના સ્થળે દોડી ગઇ હતી એ તે ટોળાને હાંકી કાઢવામાં આવ્યું હતું.

સલમાનને ધમકી આપનાર ગેન્ગસ્ટર વિરુદ્ધ કાયદેસર પગલા લેવા વિશે પુછવામાં આવ્યું ત્યારે સલમાનના પિતા સલીમ ખાને કહ્યું હતું કે, હાલ અમારા માટે સલમાનની સુરક્ષા વધુ મહત્વની છે. આ ઘટના બાદ સલમાનને કડક સુરક્ષા સાથે તેના બાંદરા સ્થિત નિવાસસ્થાને પહોંચાડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ તરત જ શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ વાતને ફિલ્મના નિર્માતા રમેશ તૌરાનીએ પોતાનું સમર્થન આપ્યું છે. પોલીસે જણાવ્યા અનુસાર અભિનેતાના ઘરની સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી છે.

કહેવામાં આવી રહ્યું છે કે ધમકી આપનાર સમૂહ રાજસ્થાનનું છે. રાજસ્થાનના ગેંગસ્ટર લોરેન્સ બિશ્વોઇએ ગયા ગુરુવારે ખુલ્લેઆમ સલમાન ખાનને જાન લેવાની ધમકી આપી છે. તેમની આ ધમકી સલમાન ખાનના કાળા હરણના ૧૯૯૮ના કેસ સાથે સંબંધિત છે. સલમાન તેમજ તેના સહ-કલાકારો આ કિસ્સામાં આરોપી છે. જોધપુર કોર્ટમાં સલમાનને ધમકી આપનાર લોકોને હાજર કરવામાં આવ્યા હતા. હાલમ મુંબઇ પોલીસે અભિનેતાને ઘરની બહાર એકલા ન નીકળવાની સલાહ આપી છે. તેમજ તેની સુરક્ષા ખાતર ખાનગી સિક્યોરિટી પણ વધારવામાં આવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter