સર્વોત્તમ ડેરી જિલ્લા ઉત્પાદક સંઘના ડાયરેક્ટર પદેથી ત્રણ ડાયરેક્ટરે રાજીનામું આપતા ખળભળાટ

ભાવનગરની સર્વોત્તમ ડેરી જિલ્લા ઉત્પાદક સંઘના ડાયરેક્ટર પદેથી મંજુલબહેન પટેલિયા, ભીખાભાઈ ખોડીફાડ, જેસાભાઈ ખેરે રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો છે.

ત્રણેય ડાયરેક્ટરે હરિભાઈ જોષીના મનસ્વી વલણના કારણે રાજીનામું આપ્યુ છે. સંઘના ત્રણેય ડિરેક્ટરે દૂધ ઉત્પાદક સંઘના ચેરમેનને રાજીનામું આપ્યા ભાવનગર જિલ્લા રજીસ્ટારને રાજીનામું આપવા માટે પહોચ્યા હતા. રાજીનામામાં દૂધ ઉત્પાદક સંઘના એમડી હરિભાઈ જોશીના મનસ્વી વલણ અને જોહુકમીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી સર્વોત્તમ ડેરી ઉત્પાદક સંઘમાં હરિભાઈ જોષીના વલણનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. અંતે ડેરીના ત્રણ ડિરેક્ટરોએ રાજીનામું આપ્યુ છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter