Movie Review: ‘બહેન હોગી તેરી’

બહન હોગી તેરી, અજય પન્નાલાલની ડેબ્યુ ફિલ્મ છે. આ ફિલ્મમાં નેશનલ એવોર્ડ વિનિંગ એક્ટર રાજકુમાર રાવ અને શ્રુતિ હાસનની લવ સ્ટોરી બતાવવામાં આવી છે. તો જોઇએ કેવી છે ફિલ્મ..

સ્ટોરી:

આ ફિલ્મની સ્ટોરીમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખઉનમાં રહેતા ગટ્ટુ(રાજકુમાર રાવ) તથા બિન્ની(શ્રુતિ હસન)ની છે, જે નાનપણથી જ એક કોલોનીમાં સાથે મોટા થયા હોય છે. બંનેના ઘર બાજુ-બાજુમાં હોય છે. ગટ્ટુ બિન્નીને ખૂબ જ પ્રેમ કરતો હોય છે, જ્યાં સુધી તે બિન્નીને જણાવે ત્યાં સુધી મોડુ થઇ ગયુ હોય છે અને ગટ્ટુના પપ્પા (દર્શન જરીવાલા) તે બંનેને ભાઇ-બહેન જ માને છે. સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે બિન્નીનો ભાઇ, તેની સગાઇ રાહુલ (ગૌતમ ગુલાટી)ની સાથે કરી દે છે, આ કારણથી ગટ્ટુ ખૂબ જ ટેન્શનમાં આવી જાય છે અને તે પોતાની વાત તેના ફ્રેન્ડ ભૂરા (હરિ તંગી)ની સાથે ડિસ્કસ કરે છે. ત્યારબાદ અલગ-અલગ કેટેક્ટર્સની એન્ટ્રી થાય છે અને ફિલ્મમાં ગટ્ટુને બિન્ની મળે છે કે પછી તેની બહેન રહી જાય છે, તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ડિરેક્શન:

ફિલ્મનો આઇડિયા એકદમ ફ્રેશ છે. ફિલ્મનું ડિરેક્શન, રિયલ લોકેશન્સના શૂટિંગની સાથે કેમેરા વર્ક તથા સિનેમેટોગ્રાફી કમાલની છે. લખનઉને સુંદર રીતે બતાવવામાં આવ્યુ છે. ફર્સ્ટ હાફ સારો છે પણ સેકન્ડ હાફ ક્યારેક-ક્યારેક બૉર કરી દે છે. જોકે, સ્ટોરીને કારણે ફિલ્મ જોવાનો કંટાળો આવતો નથી. ક્લાઈમેક્સ હજી વધુ સારો થઈ શક્યો હોત.

એક્ટિંગ:

ફિલ્મમાં રાજકુમાર રાવનો અભિનય ઉમદા છે જ્યારે શ્રુતિ હસન બ્યુટીફૂલ લાગી રહી છે પરંતુ તેની એક્ટિંગ ઠીક-ઠાક છે.  રાજકુમાર રાવના ફ્રેન્ડના કેરેટક્ટરમાં હેરી ટેંગરીનું કામ સારું છે. દર્શન ઝરીવાલા દર્શન જરીવાલાને કારણે વાર્તા વધારે સારી લાગે છે. ક્રિમિનલ પિતા અને કાકાના કેરેક્ટરમાં ગુલશન ગ્રોવર અને રંજીતનું કામ સારું છે.

મ્યૂઝિક:

ફિલ્મનું સંગીત તથા બેકગ્રાઉન્ડ ઠીક છે, તે છતાં ‘જય માતા દી’, ‘જાનૂ મેરી જાન’ સાંભળવામાં સારા લાગે છે.

ફિલ્મ જોવી કે નહીં:

ફ્રેશ આઇડિયા પસંદ હોય અને રાજકુમાર રાવના ફેન્સ હોવ તો આ ફિલ્મ જરૂરથી એકવખત જોવી જોઇએ.

 


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter