BCCI ‘કોન્સ્ટીટયૂશન ડ્રાફ્ટ’ તૈયાર કરે, નહીં તો ગંભીર પરિણામ ભોગવે : SC

સુપ્રીમ કોર્ટે ગુરુવારે બીસીસીઆઇને કહ્યું કે, તે પહેલા આપી ચુકેલા નિર્ણયના હિસાબથી બોર્ડના સંવિધાનનો ડ્રાફ્ટ તૈયાર કરે. જો બીસીસીઆઇના ઓફિસર સંવિધાનનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે ભલામણો નહીં આપે તો તેના ગંભીર પરીણામ ભોગવવા પડશે.

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે ડ્રાફ્ટમાં લોઢા કમેટીની ભલામણોને પણ સામેલ કરવી જોઇએ. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇના ત્રણ ઓફિસરો સી. કે. ખન્ના, અમિતાભ ચૌધરી, અનિરુદ્ધ ચૌધરીના અયોગ્ય વલણ પર નારાજગી દર્શાવી છે.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ.એમ. ખાનવિકલર અને જસ્ટિસ ડીવાય ચંદ્રચુઢની બેચે આ મામલાની સુનાવણી કરી હતી. બેંચમાં બીસીસીઆઇના ત્રણ ઓફિસરોના અયોગ્ય વલણ પર નારાજગી દર્શાવતા કહ્યું કે જો તેમણે આ કામ ચાલુ રાખ્યું તો તેના ગંભીર પરીણામ આવી શકે છે.

સુપ્રીમની બેંચમાં કહેવામાં આવ્યું કે સંવિધાનનો જે પણ ડ્રાફ્ટ તૈયાર કરાશે તેમાં લોઢા કમિટીની ભલામણોને પણ સામેલ કરવી પડશે. બેંચે કહ્યું કે ડ્રાફ્ટમાં તમામ ભલામણો સામેલ કરવી જોઇએ જેથી સુપ્રીમ કોર્ટ જ્યારે પણ આ મામલા પર અંતિમ નિર્ણય સંભળાવે ત્યારે તેને દસ્તાવેજ તરીકે ધ્યાનમાં લઇ શકાશે.

મહત્વનું છે કે ગુરુવારે સુનાવણી દરમિયાન આ ત્રણેય ઓફિસરો કોર્ટમાં સામેલ હતા. તેના માટે 23 ઓગસ્ટે ગત સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તેમને ઓર્ડર આપ્યા હતા. એ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લોઢા કમિટીની ભલામણો હજુ સુધી કેમ પૂર્ણ રીતે લાગૂ કરવામાં આવી નથી?

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો 

Youtube Twitter

Gujarat Elections 2017 - Full Coverage