GSTV
Home » News » કેશલેસ થઇ રહ્યુ છે ભારત? બેંકોએ બંધ કર્યા 358 ATM

કેશલેસ થઇ રહ્યુ છે ભારત? બેંકોએ બંધ કર્યા 358 ATM

શું ભારતીયો હવે કેશલેસ થઇ રહ્યા છે? બેંક જે રીતે સતત ATM બંધ કરી રહી છે, તેના પરથી તો એવું જ લાગી રહ્યુ છે. આ વર્ષે જૂનથી ઓગ્સ્ટ દરમિયાન દેશમાં અત્યાર સુધીમાં બેંકોની તરફથી 358 ATM બંધ કરી દેવામાં આવ્યા છે. આ રીતે દેશમાં ATMની સંખ્યા 0.16% ઓછી થઇ ગઇ છે. પરંતુ ભારતમાં આ બદલાવ ઝડપથી આવ્યો છે કેમકે છેલ્લા 4 વર્ષમાં ATMની સંખ્યા 16.4% ઝડપથી વધી હતી. જોકે ગત વર્ષે આ ગ્રોથ ઘટ્યો હતો, પરંતુ આ પહેલી વાર બન્યુ છે, કે ATMની સંખ્યા ઘટી છે.

નોટબંધી પછી શહેરોમાં ATMનો ઉપયોગમાં ઘટાડો થયો છે અને ઑપરેશન કોસ્ટ્સમાં વધારો થયો હોવાને કારણે બેંકોએ ATM મુકતા પહેલા વિચાર કરે છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાના સૌથી વધારે ATM છે. જૂનમાં SBIના દેશભરમાં ATMની સંખ્યા 59,291 હતી, જે ઓગસ્ટમાં ઘટીને  59,200 થઇ ગઇ છે. પજાંબ નેશલ બેંકના ATMની સંખ્યા 10,502 થી 10,083 થઇ ગઇ છે. પ્રાઇવેટ સેક્ટરની દિગ્ગજ બેંક HDFCના ATMની સંખ્યા 12,230થી ઘટીને 12,225 થઇ ગઇ છે.

બેન્કોનું કહેવું છે, એરપોર્ટ અથવા તો પ્રાઈમ લોકેશન્સ પર 7X5 સ્ક્વેર ફૂટનું ATM મુકવા પાછળ માસિક 40,000 ખર્ચ થાય છે. મેટ્રો શહેરોમાં ATMની જગ્યાનું ભાડુ 8000-15000ની વચ્ચે હોય છે. આ સિવાય સિક્યોરિટી સ્ટાફ અને ઓપરેટર્સનો પગાર, મેઈન્ટેનન્સ ચાર્જિસ અને ઈલેક્ટ્રિસિટી બિલ વગેરે ખર્ચ પણ શામેલ થાય છે. ખાસ કરીને ATMની કેબિનનો ઇલેક્ટ્રિસિટીનો ખર્ચો સૌથી વધારો હોય છે કેમકે તાપમાન દિવસભર 15-18 ડિગ્રી સેલ્સિયસ રાખવું પડે છે.

 SBIના એક અધિકારી જણાવે છે કે, અમે જે ATM બંધ કર્યા છે તે મોટાભાગે અમારી બેન્કની બ્રાન્ચના નજીકના વિસ્તારમાં આવેલા હતા. આનાથી કસ્ટમર્સને વધારે તકલીફ નહીં પડે.

Related posts

મોદી સરકારના 5 અબજ ડોલરની ઈકોનોમીના સપનાંને લાગ્યું ગ્રહણ, સરકાર ગઈ નિષ્ફળ

Arohi

આ બેન્કના ગ્રાહકોની દિવાળીમાં ‘બલ્લે-બલ્લે’, આ મોટા નિર્ણયથી કરોડો લોકોને થશે ફાયદો

Bansari

દિવાળીમાં સોનાની ખરીદીમાં રાખજો સાવચેતી, આ પાવડર મિલાવીને વેચાઈ રહ્યાં છે સોનાના દાગીના

Bansari
Do NOT follow this link or you will be banned from the site!