સ્ટોકસને વધુ એક ઝટકો, સ્પોટ્સ કંપનીએ કરાર તોડ્યો

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોકસ નાઇટ કલબમાં એક વ્યકિતની સાથે મારપીટ કરવાના મામલામાં વિવાદમાં આવ્યો છે ત્યારે તેની આ હરકત બાદ બેન સ્ટોક્સને ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આગામી આદેશ સુધી આંતરરાષ્ટ્રીય મેચોમાંથી બહાર કરી દીધો છે. આવામાં બેન સ્ટોકસને વધુ એક ઝટકો લાગ્યો છે. સ્પોટ્સ પ્રોડક્ટની મોટી કંપની ન્યૂ બેલેન્સે બેન સ્ટોક્સની આ હરકત બાદ તેની સાથે પોતાનો કોન્ટ્રાક્ટ તોડી નાંખ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સ્ટોકસે બ્રિસ્ટલમાં બ્રિટનની જાણીતી હસ્તી કૈટી પ્રાઇસના પુત્રની મજાક ઉડાવી હતી. તેની આ હરકત પર કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, સ્ટોક્સનો આ વ્યવહાર કંપનીના મૂલ્યો અનુસાર નથી અને એટલા માટે કંપની તેની સાથે 200,000 ડૉલરનો વાર્ષિક કરાર સમાપ્ત કરી રહી છે. તેમણે કહ્યું કે, ન્યૂ બેલેન્સ પોતાના ગ્લોબલ એથલીટના આવા કોઇપણ વ્યવહારને સમર્થન નથી કરતી, જે અમારી બ્રાન્ડની સંસ્કૃતિ અને વિચારો સાથે મેળ ખાતા નથી. અમે 11 ઓક્ટોબર 2017થી બેન સ્ટોક્સની સાથે અમારા સંબંધ ખત્મ કરી રહ્યાં છીએ.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter

Gujarat Elections 2017 - Full Coverage