બેડમિન્ટન : શ્રીકાંત, સાઇના અને પ્રણોય પ્રી ક્વાર્ટરમાં પહોંચ્યા

જાપાન ઓપન બેડમિન્ટનમાં ભારત માટે બુધવારનો દિવસ મિશ્ર રહ્યો હતો. એક તરફ જાણીતા બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંત, એચએસ પ્રણય અને સમીર વર્માએ પોતાની મેચ જીતી આગળના રાઉન્ડમાં સ્થાન બનાવ્યું છે ત્યારે સૌરભ વર્મા અને બી.સાઇ.પ્રણિતને પોતાની મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ભારતના દિગ્ગજ શટલર કિદાંબી શ્રીકાંતે જીની સાથે જાપાન ઓપન સુપર સિરીઝમાં પોતાની શરૂઆત કરી છે. વર્લ્ડ નંબર-8 શ્રીકાંતે બુધવારે પ્રથમ રાઉન્ડમાં વર્લ્ડ નંબર-10 તિયાન હુવેર્ઇને એક કલાક ચાર મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 21-15, 12-21, 21-11 થી હાર આપી હતી. જ્યારે મહિલા વર્ગમાં વર્લ્ડ નંબર-12 સાઇના નેહવાલે પણ બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. સાઇનાએ વર્લ્ડ નંબર-25 થાઇલેન્ડની પોર્નપાવી ચોચુવાંગને 21-17, 21-9 થી હાર આપી હતી. એચએસ પ્રણોય અને સમીર વર્માએ પ્રથમ રાઉન્ડમાં પોત-પોતાના મુકાબલા જીત્યા હતા. જ્યારે સૌરવ વર્મા અને બી.સાંઇ.પ્રણિતને હારનો સામનો કરવો પડ્યો હતો.

આ ઉપરાંત વર્લ્ડ નંબર-25 સમીરે થાઇલેન્ડના કોસિથ ફેટ્રાદાબને સીધી ગેમોમાં 21-12, 21-19થી હાર આપી હતી. વર્લ્ડ નંબર-18 પ્રણોયે ડેનમાર્કના આંદ્રેશ એન્ટોનસેનને સીધી ગેમોમાં 21-12, 21-14થી હરાવી આગળના રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter