જાપાન ઓપન: સિંધુ હારી, શ્રીકાંત-પ્રણોયની આગેકૂચ

વર્લ્ડ નંબર-9 નોજોમી ઓકુહારાએ જાપાન ઓપન સુપર સિરીઝમાં વર્લ્ડ નંબર-4 પીવી સિંધુને હાર આપી છે. બીજા રાઉન્ડના મુકાબલામાં જાપાની ખેલાડીએ સિંધુને 21-8, 21-8થી હરાવી ટૂર્નામેન્ટની બહાર કરી દીધી હતી. આ સાથે ઓકુહારાએ ગત રવિવારે કોરિયા ઓપનની ફાઇનલમાં સિંધુ સામે મળેલી હારનો બદલી લીધો હતો.

તો બીજીતરફ વર્લ્ડ નંબર-12 સાઇના નેહવાલ પણ બીજા રાઉન્ડનો મુકાબલો ગુમાવી બેઠી હતી. તેને ઓલિમ્પિક ચેમ્પિયન સ્પેનની કૈરોલિના મારિને 21-16, 21-21 થી હાર આપી હતી. જ્યારે વર્લ્ડ નંબર-8 કિદાંબી શ્રીકાંતે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ગુરુવારે તેણે વર્લ્ડ નંબર-28 હોંગકોંગના હુન યૂનને આસાનીથી 21-12, 21-11થી હાર આપી હતી.

તો વળી, એસએસ પ્રણોયે પણ આગળના રાઉન્ડમાં જગ્યા બનાવી છે. વર્લ્ડ નંબર-18 પ્રણોયે વર્લ્ડ નંબર-27 ચીની તાઇપેઇના સૂ જેન હાઓને 21-16, 23-21થી હાર આપી હતી. વર્લ્ડ નંબર-25 સમીર વર્મા બીજા રાઉન્ડમાં હારીને ટૂર્નામેન્ટની બહાર થયો છે. તે વર્લ્ડ નંબર-4 ચીનના શી યૂકી સામે 21-10, 17-21,15-21 થી હાર્યો હતો.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter