Movie Review: ‘બાદશાહો’

મિલન લૂથરિયા અને અજય દેવગનની જોડી જ્યારે પણ સાથે આવે છે, ત્યારે ઓડિયન્સના દિલ જીતવામાં સફળ રહે છે. પછી તે ‘કચ્ચે ધાગે’, ‘ચોરી ચોરી’ તથા ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ.’ મિલન-અજયની જોડીની ચોથી ફિલ્મ ‘બાદશાહો’ રીલિઝ થઈ ચૂકી છે. શું આ ફિલ્મ એટલી જ રસપ્રદ બની છે જેટલી તેમની પાછળની ફિલ્મો હતી? જાણો, કેવી છે, ‘બાદશાહો’

સ્ટોરી:

ફિલ્મની સ્ટોરી વર્ષ 1975ના ઇમરજન્સીના સમયની છે, જ્યારે રાજ-રજવાડાઓની સંપત્તિ સરકાર પોતાના કબ્જામાં કરી રહી હતી. તે સમયે મહારાણી ગીતાંજલિ (ઈલિયાના ડિક્રૂઝ)ના રાજમહેલમાંથી પણ પોલીસ ખજાનો જપ્ત કરવાનો ઓર્ડર આપી દે છે, કેમકે આ ખજાનો કોઈ પણ જાતની નોંધણી કરાવ્યા વગર રાખવામાં આવ્યો હોય છે.ખજાનો ટ્રકમાં ભરીને દિલ્હી મોકલવાનું કામ પોલીસ અધિકારી સહર(વિદ્યુતમ જામવાલ)ને સોંપવામાં આવે છે. આ સમયે રાણી પોતાના વફાદાર ભવાની સિંહ (અજય દેવગન) તેના સાથીઓ ગુરુજી (સંજય મિશ્રા), દલિયા (ઇમરાન હાશ્મી) અને ગીતાંજલી ખાસ સંજના(ઇશા ગુપ્તા)ની સાથે મળીને ખજાનાથી ભરેલી ટ્રકને ચોરી કરવાનો નિર્ણય કરે છે. આ સમયે સ્ટોરીમાં કેટલાય ટ્વિસ્ટ અને ટર્ન્સ આવે છે. જોકે ખજાનાથી ભરેલી ટ્રકનું શું થાય છે? તે માટે ફિલ્મ જોવી પડશે..

ડિરેક્શન:

મિલન લૂથરિયાનું ડિરેક્શન સારું છે.ફિલ્મની સિનેમેટોગ્રાફી, કેમેરાવર્ક ઉત્તમ છે. ફિલ્મમાં ખજાનાની ચોરીની સિક્વન્સ શાનદાર રીતે બતાવવામાં આવી છે. ડાયલૉગ દમદાર છે, જે ફિલ્મ પછી પણ યાદ રહી જશે. પરંતુ ફિલ્મની વાર્તા નબળી છે. ફિલ્મ ઘણી જ ધીમે ચાલે છે, જેને કારણે કંટાળો આવવા લાગે છે.

એક્ટિંગ:

અજય દેવગનની એક્ટિંગ જબરદસ્ત છે. ઇમરાન હાશ્મીની હાજરી ફિલ્મને વધારે સારી બનાવે છે. ઇલિયાના ડી ક્રૂઝ મહારાનીના કેરેક્ટરમાં જોવા મળી છે, જેને પોતાના કન્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને સારું કામ કર્યુ છે. ઇશા ગુપ્તા, વિદ્યુત જામવાલ અને સંજય મિશ્રાનું કામ સારું છે.

મ્યુઝિક:

ફિલ્મનું મ્યૂઝિક સારું છે. બેક્ગ્રાઉન્ડ સ્કોર દમદાર છે. ગીત ‘રશ્કે કમર’ રિલીઝથી પહેલા જ હિટ છે, જે ફિલ્મમાં પણ સારું લાગે છે. સની લિયોનના સોંગ પણ સારું છે.

ફિલ્મ જોવી કે નહીં:

અજય દેવગન સહિતના દરેક સ્ટાર્સનું પરફૉર્મન્સ સારું છે. ફિલ્મમાં એક્શન અને સસ્પેન્સ બંને છે, જેથી એક વખત જરૂરથી ફિલ્મ જોવી જોઇએ.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter