ડેવિસ કપમાં જર્મનીએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

ટીમ પુઈત્ઝર અને જેન-લેનાર્ડ સ્ટર્ફની જોડીએ ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડેન અને જોન પિઈર્સની જોડીને ૬-૪, ૬-૭ (૧-૭), ૬-૨, ૬-૭ (૪-૭), ૬-૪ના ભારે સંઘર્ષથી હરાવીને ડેવિસ કપના પ્રથમ રાઉન્ડમાં જર્મનીને ૨-૧થી સરસાઈ અપાવી હતી.

અગાઉ જર્મનીના યુવા ખેલાડી એલેક્ઝાન્ડર ઝ્વેરેવે ઓસ્ટ્રેલિયન ટીનએનજર મિનૌરને હરાવ્યો હતો. જે પછી ઓસ્ટ્રેલિયાના કિર્ગીઓસે જર્મનીના સ્ટર્ફને હરાવીને ટીમને બરોબરી અપાવી હતી.

હવે રિવર્સ સિંગલ્સમાં કિર્ગીઓસ અને ઝવેરેવ વચ્ચે મુકાબલો ખેલાશે, જ્યારે મિનૌર અને સ્ટર્ફ ટકરાશે. અમેરિકાએ આઇસનર-ક્વેરીના વિજયને સહારે સર્બિયા પર ૨-૦થી સરસાઈ મેળવી લીધી હતી. સર્બિયા યોકોવિચ-ટ્રોઈસ્કી વિના રમી રહ્યું છે. સ્પેને ૨-૧થી બ્રિટન પર સરસાઈ મેળવી હતી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter