ફેડરરની ત્રીજા રાઉન્ડમાં ગ્રાન્ડ સ્લેમ જીતવા તરફની આગેકૂચ

વર્લ્ડ નંબર ટુ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન સ્વિસ લેજન્ડ ફેડરરે ૨૦માં ગ્રાન્ડ સ્લેમ જીતવા તરફ આગેકૂચ જારી રાખતાં ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમના ચોથા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો. મેલબોર્ન પાર્કમાં ચાલી રહેલી સિઝનની પ્રથમ ગ્રાન્ડ સ્લેમમાં ફેડરરે ત્રીજા રાઉન્ડમાં ફ્રાન્સના રિચાર્ડ ગાસ્કેટ સામે ૬-૨, ૭-૫, ૬-૪થી હરાવીને આગેકૂચ કરી હતી.

હવે પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં ફેડરરનો મુકાબલો વર્લ્ડ રેન્કિંગમાં ૮૦મું સ્થાન ધરાવતા હંગેરીના માર્ટન ફુક્સોવિચ સામે થશે. ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન યોકોવિચે પણ આગેકૂચ કરતાં ૬-૨, ૬-૩, ૬-૩થી સ્પેનના રામોસ-વિનોલાસને ત્રીજા રાઉન્ડમાં હરાવ્યો હતો. યોકોવિચ ગત વર્ષે વિમ્બલ્ડન રમ્યા બાદ ઈજાના કારણે સાઈડ લાઈન થઈ ગયો હતો અને ત્યાર બાદ તેણે તાજેતરમાં પુનરાગમન કર્યું છે. હવે તેની ટક્કર ૨૧વર્ષીય સાઉથ કોરિયન ખેલાડી હ્યેઓન ચુંગ સામે થશે.

જેણે પાંચ સેટના ભારે રોમાંચક મુકાબલામાં ચોથો સીડ ધરાવતા એલેક્ઝાન્ડર ઝ્વેરેવને ૫-૭, ૭-૬ (૭-૩), ૨-૬, ૬-૩, ૬-૦થી હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. ચેક રિપબ્લિકના ટોમસ બર્ડિચે આર્જેન્ટીનાના ડેલ પોટ્રોને ૬-૩, ૬-૩, ૬-૨થી હરાવીને ચોથા રાઉન્ડમાં એન્ટ્રી મેળવી હતી. જ્યારે હંગેરીના ફુક્સોવિચે ૬-૩, ૬-૩,૬-૨થી આર્જન્ટીનાના કિચેરની સામે વિજય પ્રાપ્ત કર્યો હતો. પાંચમો સીડ ધરાવતા ઓસ્ટ્રીયાના થિએમે ૬-૪, ૬-૨, ૭-૫થી ફ્રાન્સના મેન્નારિનોના અને ઇટાલીના ફોગ્નીનીએ ૩-૬, ૬-૨, ૬-૧, ૪-૬, ૬-૩થી ફ્રાન્સના બેનેટેયુના પડકારનો ત્રીજા રાઉન્ડમાં અંત આણ્યો હતો. અમેરિકાના સેન્ડગ્રેને ૫-૭, ૬-૩, ૭-૫, ૭-૬ (૭-૫)થી જર્મનીના માર્ટેરેરને ત્રીજા રાઉન્ડમાં હાર આપી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter