સુસાઇડ નોટ મળતાં અગસ્ત એમિઝની મોતનું રહસ્ય ઘેરાયું.

 સ્ટાર અગસ્ત એમિઝનું મંગળવારે અમેરિકાના કેલિફોર્નિયમાં નિધન થયું હતું. જો કે તેની મોત પાછળના કારણનો હજુ ખુલાસો કરવામાં આવ્યો ન હતો. જો કે તેના એક સંબંધીએ જણાવ્યું હતું કે અગસ્તે આત્મહત્યા કરવા માટે પોતાના પરિવારજનોની માફી માંગતા એક સુસાઇડ નોટ છોડી હતી.

સૂત્રોએ જણાવ્યા અનુસાર એક મુદ્દાને લઇને તાજેતરમાં ઓનલાઇન વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

આ જ તેની મોત પાછળનું એક કારણ હોઇ શકે છે. તેણે એક મેલ એક્ટર સાથે કામ કરવાથી પણ ઇન્કાર કરી દીધો હતો.

અગસ્તના નજીકના લોકોનું માનવું છે કે અગસ્તે આત્મહત્યા કરી છે. તેમણે કહ્યું કે તાજેતરમાં જ તેણે એક મેગેઝિનને પેલા ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે તે ડિપ્રેશનમાં છે. હાલ તેના મોતનું રહસ્ય વધારે ઘુંટાતું જઇ રહ્યું છે.

અગસ્ત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હતી અને ઇન્સ્ટાગ્રામ પર તેના 10 લાખથી વધુ ફોલોઅર છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter