ચાઇના ઓપન : મિક્સ ડબલ્સમાં અશ્વિની-સાત્વિકસાઇરાજની જોડી દેખાડશે પોતાનો દમ

ભારતીય બેડમિન્ટન ખેલાડી તૈયાર છે ચીનમાં દુનિયાને પોતાની તાકાતનો અહેસાસ કરાવવા માટે. ભારતની અશ્વિની પોનપ્પા અને સાત્વિકસાઇરાજની મિક્સ્ડ ડબલ્સ જોડીએ ચાઇના ઓપન સુપર સિરીઝ પ્રીમીયર બેડમિન્ટન ટુર્નામેન્ટના મુખ્ય ડ્રોમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

ક્વોલિફાઇંગ રાઉન્ડની બે મેચમાં અશ્વિની અને સાત્વિક સાઇરાજે પહેલા લી જ્ઞી હુએઇ અને વૂ ટી જુંગની ચીની તાઇપેની જોડીને 24-22,. 27-7થી હરાવ્યા. તેના બાદ નિકલાસ નોહર  સારા થિગેસનની ડેનમાર્કની જોડીને એક સંઘર્ષપૂર્ણ મેચમાં 21-16, 19-21, 22-20 થી માત આપી. બન્ને મેચમાં ભારતીય જોડીએ શાનદાર પ્રદર્શન બતાવ્યું તથા મેન ડ્રોમાં પોતાની જગ્યા સુનિશ્ચિત કરી.

ભારતીય જોડીને બુધવારે મુખ્ય ડ્રો પહેલા રાઉન્ડમાં માથિયાસ ક્રિસ્ટેનસન અને ક્રિસ્ટીના પેડરસનની ડેનમાર્કની જોડી સાથે ટકરાશે. મહિલા સિંગ્લ્સ મેચની વાત કરીએ તો, સાઇના નહેવાલ અને પીવી સિંધુ સહિત ભારતના અન્ય ટોચના ખેલાડીઓ પોતનું પ્રદર્શન બતાવશે. દુનિયાના બીજા નંબરના ખેલાડી કિદાંબી શ્રીકાંત ,સ્નાયૂઓના ખેંચાવને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter