બળાત્કારી આસારામ પર કયા કયા ગુનાઓ સાબિત થયા? કેટલી સજા ફટકારાઈ

જોધપુરની વિશેષ અદાલતે આસારામને બે વખત આજીવન કેદ, તેમજ 12.5 વર્ષ સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે કુલ 6 ગુનાઓમાં આસારામને દોષિત જાહેર કર્યો છે. આસારામ પર ક્યા ક્યા ગુનાઓ સાબિત થયા છે અને તેના માટે આસારામને કેટલી સજા ફટકારાઇ છે. આવો જોઇએ.

જોધપુરની સેન્ટ્રલ જેલમાં તૈયાર કરાયેલી વિશેષ એસસી-એસટી કોર્ટના જજ મધુસૂદન શર્માએ આસારામને કુલ 6 ગુનાઓમાં દોષિત જાહેર કર્યો છે. આસારામ પર એસસી-એસટી એક્ટ અને પોક્સો એક્ટ સહિતની કુલ 14 કલમો મુજબ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા.

કલમ – 376(2)(એફ)

આસારામને કલમ 376-2-એફ હેઠળ જ આજીવન કેદની સખત સજા ફટાકારવામાં આવી છે. મતલબ કે આસારામની બાકીની જીંદગી જેલમાં જ વીતશે. આ ઉપરાંત આસારામને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દંડ નહિં ભરવાના સંજોગોમાં આસારામની સજા એક વર્ષ વધી જશે.

કલમ 376(ડી)

કલમ 376-ડી હેઠળ પણ આસારામને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. સાથે જ એક લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. જો આસારામ દંડ નહીં ભરે તો સજામાં વધુ એક વર્ષનો ઉમેરો થશે.

કલમ – 370(4)

370(4) હેઠળ આસારામને 10 વર્ષની સખત કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. જો આસારામ દંડ નહીં ભરે તો તેની સજા વધુ એક વર્ષ વધી જશે.

કલમ – 342

કલમ 342 હેઠળ આસારામને એક વર્ષની સખત કેદની સજા ફટાકારઇ છે. સાથે જ એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. દંડ ન ભરવાના સંજોગોમાં સજામાં વધુ એક મહિનાનો ઉમેરો થશે.

કલમ – 506

કલમ – 506 હેઠળ કોર્ટે આસારામને એક વર્ષની સખત કેદની સજા આપી છે. તેમજ એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

કલમ-23

કલમ-23 એટલે કે બાળકોની દેખરેખ અને સંરક્ષણ અધિનિયમ હેઠળ પણ આસારામ દોષિત પૂરવાર થયો છે. જો કે આ ગુનામાં આસારામને 6 માસની સામાન્ય કેદની સજા સંભળાવવામાં આવી છે.

આ પ્રકારે આસારામને બે-બે આજીવન કેદ અને 12.5 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે જ આસારામ પર કુલ 3 લાખ 2 હજાર રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter