જવાનોને દીવાળી ભેટ, સેટેલાઇટ ફોનથી 1 રૂપિયાના દરથી પરિવારજનો સાથે કરી શકશે વાત

કેન્દ્ર સરકારે દીવાળીના તહેવારો પર ઘરથી દૂર રહી દેશની સેવા કરી રહેલા જવાનોને ભેટ આપી છે. સૈન્ય અને અર્ધસૈન્ય કર્મીઓ 19 ઓકટોબર એટલે કે દીવાળીના દિવસથી સેટેલાઇટ ફોનથી એક રૂપિયા પ્રતિ મિનિટના દરથી પોતાના પરિવારજનોની સાથે વાત કરી શકશે.

ટેલિકોમ પ્રધાન મનોજ સિન્હાએ કહ્યું કે, જવાન દીવાળીના દિવસે આ સેવાનો લાભ ઉઠાવી શકશે. સરકાર તરફથી જવાનોને આ દીવાળી ભેટ છે. હવે તેઓ લાંબા સમય સુધી પોતાના પરિવાર સાથે વાત કરી શકશે. તેમણે કહ્યું કે, આવી સેવાઓ માટે અત્યાર સુધી પાંચ રૂપિયા પ્રતિ મિનિટ ખર્ચ લાગતો હતો. જો કે, કેટલીક જગ્યાએ એક રૂપિયામાં પણ આ સેવા ઉપલબ્ધ છે.

તેમણે કહ્યું કે, સેટેલાઇટ ફોન પર અત્યાર સુધી સૈનિકોને માસિક 500 રૂપિયાનું નુકશાન વેઠવું પડતું હતું. આ ઉપરાંત કોલ ચાર્જ તરીકે પણ તેમને પાંચ રૂપિયા પ્રતિ મિનિટ આપવા પડતા હતા. સરકારે હવે કોલ રેટને પાંચ રૂપિયા પ્રતિ મિનિટથી ઘટાડીને એક રૂપિયા પ્રતિ મિનિટ કરી દીધા છે. હવે 500 રૂપિયાનો માસિક ચાર્જ સંપૂર્ણ રીતે ખતમ થઇ જશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter