ગુજરાતીએ શેર કર્યો ડાન્સિંગ મહિન્દ્રા સ્કોર્પિયોનો Video , આનંદ મહિન્દ્રાએ આપ્યું આવું રિએક્શન

સોશિયલ મીડિયા પર ડાન્સિંગ મહિન્દ્રા સ્કૉર્પિયો એસયૂવીનો એક વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડિયોની ખાસ વાત એ છે કે તેના પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચીફ આનંદ મહિન્દ્રાએ પ્રતિક્રિયા આપી છે. આ વિડિયોમાં મહિન્દ્રા સ્કોર્પિયો એક બૅબી હૉર્સની જેમ ઉછળી રહી છે.

આ વિડિયોમાં સ્કૉર્પિયોને કસ્ટમ હાઇડ્રૉલિક સસ્પેન્શન સેટઅપથી સજ્જ કરવામાં આવી છે. આનંદ મહિન્દ્રાએ આ વિડિયો પર રિસ્પોન્સ આપતા લખ્યું છે કે, ક્યાં કહેના!, નાચ મેરી જાન….હવે હું તેના માટે શ્યોર નથી કે આવું કામ ફેક્ટરી માંથી બનીને બહાર આવતા મૉડલમાં આપી શકીએ કે નહી. ઉલ્લેખનીય છે કે આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેઓ અનેક મજેદાર વિડિયો શેર કરતા રહે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter