GSTV
Home » News » 102 વર્ષના અમિતાભને મળ્યો ‘103 નોટ આઉટ’ ફેનનો ખાસ મેસેજ, થયા ભાવુક

102 વર્ષના અમિતાભને મળ્યો ‘103 નોટ આઉટ’ ફેનનો ખાસ મેસેજ, થયા ભાવુક

બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન હાલમાં પોતાની ફિલ્મ ‘102 નોટ આઉટ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. 4 મેના રોજ રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મમાં મહાનાયક 102 વર્ષના વ્યક્તિનું પાત્ર નિભાવી રહ્યા છે. બિગ બીની આ ફિલ્મને રિલીઝ પહેલા બોલીવુડ સ્ટાર્સનું ઘણું સમર્થન મળી રહ્યું છે. હાલમાં જ તેમણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં 103 વર્ષની વૃદ્ધ મહિલા તેમને ફિલ્મ માટે શુભકામાઓ આપી રહ્યા છે.

આ વીડિયોમાં તે કહી રહ્યા છે, ‘હેલો અમિતાભ બચ્ચન, 102 નોટ આઉટ માટે ગુડ લક. હું 103 નોટ આઉટ છું.’ આ વીડિયોને શેર કરતા બિગબી એ લખ્યું, ‘દિલને સ્પર્શી જાય તેવો સંદેશ આ સુંદર મહિલા તરફથી. ભગવાન તમને હંમેશા ખુશ રાખે… ધન્યવાદ.’

નિર્દેશક ઉમેશ શુક્લાની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનના પુત્રની ભૂમિકામાં ઋષિ કપૂર છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન 102 વર્ષીય પિતા અને ઋષિ કપૂર 75 વર્ષના તેમના પુત્રના કિરદારમાં છે. આ ફિલ્મ દ્વારા 27 વર્ષ બાદ અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર મોટા પડદે એક સાથે જોવા મળશે.

 

Related posts

ભારતે ઓસ્કાર-2020 માટે આ ફિલ્મને કરી નોમિનેટ, ગલ્લી બોય મચાવશે ધૂમ

Riyaz Parmar

સોનાક્ષીએ આલિયા પાસેથી છીન્યો Dumb હોવાનો તાજ, મીમ્સ થયા વાયરલ

Kaushik Bavishi

સુશાંત સિંહ અને જૈકલીનની આ ફિલ્મ બની પરંતુ હવે નહીં થાય રિલીઝ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!