US દ્વારા સીરિયામાં અસદ સરકારનું ફાઇટર પ્લેન તોડી પડાયું

અમેરિકન સેનાએ મોટી કાર્યવાહી કરતા સીરિયાની અલ-અસદ સરકારના એક ફાઈટર પ્લેનને તોડી પાડ્યું છે. અમેરિકન સેનાનો આરોપ છે કે આ ફાઈટર પ્લેન કુર્દિશ સૈનિકોની ફોજને નિશાન બનાવતું હતું.

યુએસ સેન્ટ્રલ કમાન્ડોના જણાવ્યા મુજબ અસદ સરકારના એસયુ-22 પ્લેનને સીરિયન ડેમોક્રેટીક ફોર્સિસ પાસે તોડી પડાયું હતું. અમેરિકા સીરિયન ડેમોક્રેટીક ફોર્સિસની મદદ કરી રહ્યું છે. અમેરિકન સેના દ્વારા ફાઈટર પ્લેન તોડી પડાતા અમેરિકાના અસદ સરકાર સાથેના સંબંધો વધુ વણસશે. એપ્રિલ મહિના બાદ અસદ સરકાર સામેની અમેરિકાની આ સૌથી મોટી કાર્યવાહી છે.

આ પહેલા એપ્રિલમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખે અસદ સેનાના એક એરબેઝ પર મિસાઈલ હુમલો કરવાનો આદેશ આપ્યો હતો.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter