એલોવેરાના લાભ તો જાણતા હશો પરંતુ જાણી લો તેની આ આડઅસરો

તમે ફક્ત એલોવેરાના લાભ અને તેના ગુણો વિશે સાંભળ્યું હશે. તેને ચહેરા પર લગાવવાથી લઇને તેના જ્યૂસ પીવાથી થતાં લાભ વિશે જ તમે સાંભળ્યું હશે પરંતુ શું તમે તેનાથી થતાં નુકસાન વિશે જાણો છો? હા, એલોવેરાની આડઅસરો પણ છે. તેની પાછળનું કારણ છે તેમાં રહેલું લેક્સેટિવ. આ તત્વ એલોવેરાના પાનની અંદરના લેયરમાં જોવા મળે છે અને તે અનેક જ્યૂસ અને જેલમાં હોય છે જેના કારણે અનેક સમસ્યાઓ ઉભી થઇ શકે છે.

-સ્કીન એલર્જી

Related image

એલોવેરા જેલનો વધારે પડતો ઉપયોગ કરવાથી તમને સ્કીનની એલર્જી થઇ શકે છે. તેનાથી ખંજવાળ આવવી અને ત્વચા લાલ થઇ જવા જેવી સમસ્યાઓ ઉભી થાય છે.

-ડિહાઇડ્રેશન

Image result for dehydration

ઘણાં લોકો વજન ઘટાડવા માટે અને સ્વસ્થ રહેવા સવારે એલોવેરા જ્યૂસનું સેવન કરે છે પરંતુ તમને જણાવી દઇએ કે આ જ્યૂસથી તમને ડિહાઇડ્રેસનની સમસ્યા ઉભી થઇ શકે છે.

-નબળાઇ

Related image

એલોવેરાના જ્યૂસનું સતત સેવન કરવાથી શરીરમાં પોટેશિયમની માત્રા ઓછી થઇ જાય છે, જે કારણે નબળાઇ આવી શકે છે. જે લોકોને હ્રદય સંબંધિત સમસ્યાઓ હોય તેમણે આ જ્યૂસનું સેવન ન કરવું જોઇએ.

-બ્લડ પ્રેશર

Image result for blood pressure

એલોવેરાનું વધારે પડતુ સેવન કરવાથી બ્લડ પ્રેશર લૉ થઇ શકે છે. હાઇ બીપીના દર્દીઓ માટે એલોવેરા લાભકારક છે પરંતુ લૉ બીપીના દર્દીઓ માટે તેનું સેવન ચિંતાનું કારણ બની શકે છે.

-માંસપેશીઓ નબળી બનાવે

Image result for body muscles

આ જ્યૂસમાં રહેલા લેક્ટસ માંસપેશીઓને નબળી  બનાવે છે તેથી ડૉક્ટરની સલાહ લીધા વિના તેનું સેવન ન કરો.

-ગર્ભવતી મહિલાઓ માટે નુકસાનકારક

Image result for pregnant lady

એલોવેરામાં રહેલા લેક્ટેટિંગ તત્વો ગર્ભવતી મહિલાઓ માટે હાનિકારક છે. તેના સેવનથી તેમનુ ગર્ભાશય સંકુચિત બની જાય છે જેના કારણે ગર્ભપાત થવાની શક્યતા રહેલી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter