મિત્રના લગ્નમાં આલિયાએ એવું શું કર્યું કે વીડિયો થઈ ગયો વાઇરલ

આલિયા ભટ્ટ હાલમાં તો પોતાની ગલી બોયના શૂટિંગમાં વ્યસ્ત છે પરંતુ  આ દરમિયાન સોશ્યિલ મીડિયા પર તેનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે મસ્તીમાં આવીને ડાન્સ કરી રહી છે. અને આ વીડિયો અસંખ્ય વાર જોવાઈ ચૂક્યો છે. વાસ્તવમાં આ ડાન્સ આલિયાએ પોતાના મિત્રના મેરેજ ફંક્શનમાં કર્યો હતો.

એક અંગ્રેજી વેબસાઇટના અહેવાલ અનુસાર તાજેતરમાં જ આ અભિનેત્રી  પોતાના ફ્રેન્ડના લગ્નમાં ગઈ હતી  અને આ લગ્નમાં તેણે મુબારકાના  હિટ ગીત હવા હવા એ હવા… ગીત પર ડાન્સ કર્યો હતો. જે જોઈને લોકોએ આલિયાને તાળીઓથી વધાવી લીધી હતી.

 

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter