લૉ TRPના કારણે અક્ષયના શોમાંથી 3 જજને કાઢી મૂકાયા

અક્ષય કુમારે સ્ટાર પ્લસના કૉમેડી રિયાલિટી શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’થી સ્મોલ સ્ક્રીન પર કમબેક કર્યુ છે. આ શોની શરૂઆત શાનદાર થઇ હતી પરંતુ TRPની રેસમાં ખિલાડી કુમારનો શો પાછળ રહી ગયો. સૂત્રોનુસાર, ઓછી TRPના કારણે શોનાના જજ મલ્લિકા દુઆ, ઝાકિર ખાન અને હુસૈન દલાલને કાઢી મૂકવામાં આવ્યા છે. આ જગ્યાએ હવે બોલિવુડની બે જાણીતી જજની ભૂમિકા નિભાવશે.

બોલિવુડના ડિરેક્ટર સાજિદ ખાન અને ‘ગોલમાલ’ ફેમ શ્રેયસ તલપડે આ શોમાં જજ તરીકે જોવા મળશે. સૂત્રોનુસાર, સાજિદ અને શ્રેયસની સાથે 18 ઑક્ટોબરના પહેલો શો શૂટ કરવામાં આવશે. અક્ષય કુમારના ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ શોમાં અક્ષય કુમાર અને આ ત્રણ જજ મળીને દેશભરમાંથી સારા સારા કોમેડિયન્સ પસંદ કરે છે. પરંતુ આ શોની TRP અપેક્ષા મુજબ ઊંચી નહતી આવી શકતી. જેથી શોના મેકર્સે આ નિર્ણય કર્યો. મલ્લિકા, ઝાકિર અને હુસૈન ઇન્ટરનેટ સેંસેશન છે પરતું તેમની પૉપ્યુલારિટીથી શોને ફાયદો થયો ન હતા, આ કારણથી મેકર્સે શોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

હાલના જજની વાત કરીએ તો મલ્લિકાની લીઝા હેડન સાથેની સીરીઝ ધ ટ્રીપ ખાસ્સી પોપ્યુલર થઈ હતી. તેણે AIB સાથે બીજા પણ ઘણા ફની વિડીયોઝ બનાવ્યા છે. સ્ટેન્ડ અપ કોમેડિયન્સની દુનિયામાં ઝાકિર ખાન મોટું નામ છે. પરંતુ એવુ લાગે છે કે આ શોની ઓડિયન્સ તેમના હ્યુમરને સમજી શકી નહતી. હવે જોવાનું એ રહ્યું કે સાજિદ અને શ્રેયસ આ ડૂબતા જહાજને બચાવી શકશે કે નહિ.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter