કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે વડાપ્રધાન મોદીને કહ્યું, ‘આ માણસ નીચ લાગે છે’

ગુરૂવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય આંબેડકર કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે એક પરિવારને વધારવા માટે બાબા સાહેબના યોગદાનને દબાવ્યું. વડાપ્રધાનના આ નિવેદન પર કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે વડાપ્રધાન મોદી પ્રત્યે અત્યંત વાંધાજનક ટીપ્પણી કરી હતી. તેમણે વડાપ્રધાન મોદીને ‘નીચ’ અને ‘અસભ્ય’ કહ્યું. મહત્વનું છે કે, આ પહેલા ઐયરે 2014ની લોકસભા ચૂંટણી સમયે વડાપ્રધાન મોદીને ‘ચાવાળા’ તરીકે સંબોધ્યા હતા.

અહીં જણાવવાનું કે વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે બાબાસાહેબના નામે વોટ માંગનારા લોકો આજકાલ ભોલેનાથને યાદ કરે છે. વડાપ્રધાનના આ નિવેદનથી મણિશંકર નારાજ થઈ ગયા અને તેમના પર અત્યંત વાંધાજનક ટિપ્પણી કરી. ઐયરે કહ્યું, ‘મને લાગે છે કે આ માણસ બહુ નીચી કક્ષાનો છે. તેનામાં કોઈ સભ્યતા નથી. અને આ સમયે આવાં પ્રકારની ગંદી રાજનીતિ કરવાની જરૂર શું છે?’

મહત્વનું છે કે, ગુજરાત ચૂંટણી પ્રચાર દરમ્યાન રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં કહ્યું હતું કે તેઓ શિવભક્ત છે. ગુજરાત ચૂંટણી પ્રચાર દરમ્યાન ભાજપ-કોંગ્રેસના નેતાઓએ એકબીજા સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યા હતા. મણિશંકર ઐયરે નહેરૂ-ગાંધી પરિવાર વિશે કહ્યું કે બાબા સાહેબનું સપનું પૂર્ણ કરવામાં પંડિત જવાહરલાલ નહેરૂનું મહત્વપૂર્ણ યોગદાન છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter