Jioને ટક્કર : Airtelનો નવો પ્લાન, ફક્ત 149 રૂપિયામાં મેળવો 28GB 4G ડેટા

ભારતી એરટેલે જિયોને ટક્કર આપવા માટે પોતાના 149 રૂપિયાના પ્લાનમાં ફેરફાર કર્યા છે. હવે યુઝર્સને 149 રૂપિયાના પ્લાનમાં 28 જીબી 4જી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે. ઉલ્લેખનીય છે કે એરટેલે આ પ્લાન પોતાના પ્રિપેઇડ ગ્રાહકો માટે લૉન્ચ કર્યો છે.

એરટેલનો 149 રૂપિયાનો પ્લાન

એરટેલના 149 રૂપિયાના પ્રિપેઇડ પ્લાનમાં દરરોજ 1જીબી ડેટા, 100એસએમએસ અને રોમિંગ સાથે અનલિમિટેડ વાઇસ કૉલ્સ 28 દિવસની વેલિડિટી સાથે આપવામાં આવી રહ્યું છે.

તેવામાં જિયોના પ્લાનની વાત કરીએ તો 149 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 28 દિવસ માટે 42જીબી 4જી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં તમને દરરોજ 1.5 જીબી 4જી ડેટા આપવામાં આવી રહ્યો છે.  પ્રિપેઇડ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ લોકલ, એસટીજી અને રોમિંગ વૉઇસ કૉલ મળી રહ્યા છે. સાથે જ સબસ્ક્રાઇબરને 100 ફ્રી એસએમએસ અને જિયો એપ્સનું સબસ્ક્રીપ્શન મળશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter