GSTV
Home » News » Airtelનો નવો પ્લાન, રૂ.5 માં આપશે 4 GB ડેટા

Airtelનો નવો પ્લાન, રૂ.5 માં આપશે 4 GB ડેટા

ટેલિકૉમ સેક્ટરમાં રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે દેશની નંબર 1 ટેલિકૉમ કંપની એરટેલે 8 રૂપિયાથી શરૂ થતા ડેટા અને વૉઇસ પ્લાન્સ લોન્ચ કર્યા છે. અલગ-અલગ સર્કલ્સને અનુસાર, કંપનીએ 8 રૂપિયાથી લઇને 399 રૂપિયા સુધીના પ્લાન્સ જારી કર્યા છે.\

રૂ. 5નો પ્લાન:
4G સિમ અપગ્રેડ કરાવવા પર ગ્રાહકોને 4GB 3G/4G ડેટા મળશે, આ પ્લાનની વેલિડિટી 7 દિવસ સુધીની હશે.

રૂ. 8નો પ્લાન:
આ પ્લાન હેઠળ કંપની લોકલ અને STD કૉલ્સ માટે માત્ર 30 પૈસા માં ઉપલબ્ધ કરાવી રહી છે. 8 રૂપિયાના રિચાજ પર ગ્રાહકો 56 દિવસો સુધી 30 પૈસા પ્રતિ મિનિટના દરથી લોકલ અને STD કૉલ કરી શકશે.

રૂ. 15નો પ્લાન:
માત્ર 15 રૂપિયાના રિચાર્જ પર ગ્રાહકો 27 દિવસો સુધી એરટેલના નેટવર્ક પર માત્ર 10 પૈસા પ્રતિ મિનિટ પર કૉલ કરી શકશે.

રૂ. 40નો પ્લાન:
માત્ર 40 રૂપિયાના રિચાર્જ પર ગ્રાહકોને અનલિમિટેડ વેલિડિટીની સાથે 35 રૂપિયાનું ટૉકટાઇમની સુવિધા આપવામાં આવી રહી છે.

રૂ. 60નો પ્લાન:
આ પ્લાન હેઠળ ગ્રાહકોને 58 રૂપિયાના ટૉકટાઈમ સાથે અનલિમિટેડ વેલિડિટીની ઑફર છે.

રૂ. 90નો પ્લાન:
ઉપર આપેલા પ્લાન્સના તર્જ પર 90 રૂપિયાના રિચાર્જ પર એરટેલ યૂઝર્સને અનલિમિટેડ વેલિડિટીની સાથે 88 રૂપિયાનું ટૉકટાઇમ મળશે.

રૂ. 149નો પ્લાન:
એરટેલના યૂઝર્સને 149 રૂપિયાના રિચાર્જ પર 28 દિવસો સુધી અનલિમિટેડ એરટેલ ટૂ એરટેલ કૉલિંગ અને 2GB 4G ડેટા મળશે.

રૂ. 198નો પ્લાન:
આ પ્લાનમાં યૂઝર્સને લોકલ તથા STD અનલિમિટેડ કૉલિંગ 28 દિવસની વેલિડિટી સાથે 1GB ડેટા મળશે. આ ઉપરાંત જો તેઓ એરટેલ પેમેન્ટ બેંક અકાઉન્ટ ખોલાવે તો તેમાં તેમને 10% રકમ કેશબેક મળશે.

રૂ. 199નો પ્લાન:
આ પ્લાન હેઠળ એરટેલ સબસ્ક્રાબર્સને 29 દિવસની વેલિડિટીની સાથે 1GB ડેટા અને અનલિમિટેડ લોકલ કૉલ્સની સુવિધા મળશે

રૂ. 295નો પ્લાન:
આ પ્લાન હેઠળ કંપનીને 84 દિવસો સુધી અનલિમિટેડ લોકલ અને STD કોલ્સની સુવિધા આપવામાં આવશે. એટલું જ નહી, જો એરટેલ પેમેન્ટ્સ બેંકમાં એકાઉન્ટ ઑપન કરો છો તો 10% કેશબેક મળશે.

રૂ. 349નો પ્લાન:
આ પ્લાન હેઠળ 28 દિવસની વેલિડિટીની સાથે અનલિમિટેડ લોકલ અને STD કૉલ્સની સુવિધા અને 28GB ડેટા મળશે,જેમાં 1GB ડેટાની સાથે પ્રતિદિવસ મળશે.

રૂ. 399નો પ્લાન:
આ પ્લાન હેઠળ કંપની અનલિમિટેડ લોકલ અને STD કૉલ્સની સાથે રોમિંગમાં ફ્રી આઉટગોઇંગની સુવિધા આપી રહી છે. આ સિવાય કંપની 28GB ડેટા પણ આપી રહી છે. જેમાંથી 1GB ડેટા પ્રતિદિવસ યૂઝ કરવા મળશે.

Related posts

ફેસબુકે જાન્યુઆરી-માર્ચમાં 2.2 અબજ ફૅક એકાઉન્ટ હટાવ્યા, અત્યાર સુધીનો રેકોર્ડ

Mansi Patel

માત્ર 66 હજારમાં ઘરે લઇ જાઓ મારૂતિની આ ધાકડ કાર, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Bansari

અમેરિકામાં પ્રતિબંધ બાદ પેનાસોનિકે હુઆવી સાથે વેપાર અટકાવ્યો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!