Airtelએ લૉન્ચ કર્યો ધમાકેદાર પ્લાન, 372 GB ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગની ઓફર

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલે પોતાના પ્રિપેઇડ યુઝર્સ માટે એક વર્ષની વેલિડિટી સાથે નવો પ્લાન લૉન્ચ કર્યો છે. કંપનીના આ નવા પ્લાનની કિંમત 995 રૂપિયા છે. આ પ્લાન હેઠળ યુઝર્સને અનલિમિટે વોઇસ કોલ,ડેટા અને એસએમએસનો લાભ પણ મળશે. આ પ્લાન વિશેષ રૂપે તે યુઝર્સ માટે છે જે વારંવાર કોઇ પ્લાન રિચાર્જ કરાવવા નથી માંગતા. પ્લાનની વેલિડિટી 365 દિવસોની છે.

ઉલ્લેખનીય છે કે એરટેલનો રૂપિયા 995નો આ અનલિમિટેડ પ્લાન કંપનીની સત્તાવાર  વેબસાઇટ પર લિસ્ટ કરી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે આ પ્લાન દરેક સર્કલમાં અલગ અલગ ઓફર સાથે છે. કોઇ સર્કલમાં આ પેકમાં તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે પરંતુ તેમાં એસએમએસની સુવિધા આપવામાં નથી આવી રહી. જ્યારે કેટલાંક સર્કલમાં આ પેકમાં ફક્ત અનલિમિટેડ કોલિંગની જ સુવિધા આપવામાં આવી રહી છે. તેનો અર્થ એ છે કે હાલ આ પ્લાન અમુક સર્કલમાં જ ઉપલબ્ધ છે પરંતુ આશા રાખવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં આ પ્લાન અન્ય સર્કલમાં પણ લૉન્ચ કરવામાં આવશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter