GSTV
Home » News » Jioને ટક્કર : આ કંપનીએ લૉન્ચ કર્યા 3 પ્લાન્સ, ફક્ત 35 રૂપિયામાં મળશે આટલા લાભ

Jioને ટક્કર : આ કંપનીએ લૉન્ચ કર્યા 3 પ્લાન્સ, ફક્ત 35 રૂપિયામાં મળશે આટલા લાભ

ખાનગી ક્ષેત્રની ભારતીય એરટેલે પોતાના પ્રિપેડ ગ્રાહકો માટે એક નવો કોમ્બો રિચાર્જ પેક લૉન્ચ કર્યો છે. તેમાં તેના ગ્રાહકોને ડેટા, ટૉક ટાઇમ અને વેલિડિટી જેવી સુવિધા મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર આ નવા કોમ્બો પેકમાં 35 રૂપિયા, 65 રૂપિયા અને 95 રૂપિયાનું રિચાર્જ સામેલ છે. આ નવા પેકને પંજાબ, તમિલનાડુ અને પશ્વિમી ઉત્તરપ્રદેશમાં શરૂ કરવામાં આવશે. તે પછી કેટલાંક અઠવાડિયામાં તેને દેશના અન્ય હિસ્સાઓમાં પણ લૉન્ચ કરવામાં આવશે.

કંપનીનું કહેવું છે કે આ નવા પેકને ગ્રાહકો પાસેથી મળેલી પ્રતિક્રિયાના આધારે લૉન્ચ કર્યો છે. ગ્રાહકોને અલગ અલગ રિચાર્જના બદલે એક જ પેકમાં ટૉક ટાઇમ, ટેરિફ અને ડેટા હોવાની જરૂરિયાત જણાવી.

35 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 26.66 રૂપિયાનું ટૉક ટાઇમ મળશે. તેમાં લોકલ,એસટીડી અને લેન્ડ લાઇન કૉલ્સ માટે પ્રતિ સેકેન્ડ એક પૈસાનો ચાર્જ લેવામાં આવશે. 28 દિવસની વેલિડિટી સાથે જ તેમાં 100એમબી ડેટા આપવામાં આવશે.

65 રૂપિયાના પ્લાનમાં 65 રૂપિયાનો ટૉક ટાઇમ સાથે 200 એમબી ડેટા મળશે.  આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

95 રૂપિયાના પ્લાનમાં ફુલ ટૉક ટાઇમની સાથે 500 એમબી ડેટા મળશે.  પ્લાનની વેલીડીટી પણ 28 દિવસની છે.

Related posts

નરેન્દ્ર મોદીની સુનામી સામે રાહુલ ગાંધીનું નેતૃત્વ ફરી એક વખત નિષ્ફળ સાબિત થયું

Path Shah

ભાજપની જીત પર આ શહેરમાં રીક્ષામાં સીએનજીની ટાંકી કરો ફુલ એ પણ ફ્રીમાં..

Nilesh Jethva

અડવાણીએ નરેન્દ્ર મોદીને આપી શુભેચ્છા અને કહી આ વાત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!