સુરત: ગત રાતે દિલ્હી જતી ફ્લાઈટ રદ કરતા એરપોર્ટ ઓથોરિટી સામે હોબાળો

સુરતમાં ગત રાતે સુરતથી દિલ્હી વચ્ચે ચાલતી એર ઈન્ડિયાની ફ્લાઈટ રદ કરતા એરપોર્ટ અનેક મુસાફરો અટવાયા હતા અને તેમને એરપોર્ટ ઓથોરિટી સામે હોબાળો મચાવ્યો હતો. ગઈકાલે રાતે નવ વાગ્યાને વીસ મિનિટની ફ્લાઈટને સૌ પ્રથમ તો ટેક્નિકલ કારણ બતાવી પંદર મિનિટ મોડી હોવાનું કહ્યુ અને બાદમાં અચાનક ફલાઇટ રદ હોવાની જાહેરાત કરવામાં આવી.

ત્યારે ત્રણ ત્રણ કલાક સુધી એરપોર્ટ પર બેઠેલા 150થી પણ વધુ  મુસાફરોએ હંગામો મચાવ્યો હતો અને એર ઇન્ડિયા હાય હાયની નારેબાજી પણ કરી હતી. મુસાફરો અને એરપોર્ટ ઓથોરિટી મેમ્બર વચ્ચે ધક્કામુક્કીના દ્રશ્યો પણ સર્જાયા. મુસાફરોએ ભારે હોબાળો મચાવતા એરપોર્ટ પોલીસ દ્વારા મામલો થાળે પાડવાના પ્રયાસ કરવામાં  આવ્યા હતા.

જો કે મોડી સુધી સુરત એરપોર્ટ પર મુસાફરોનો હંગામો યથાવત જોવા મળ્યો હતો. કેટલાક મુસાફરોએ નાછૂટકે હોટેલ તો કેટલાક મુસાફરોએ પોતાના ઘરે પરત ફરવા મજબૂર બનવું પડ્યું હતું. કેટલાક મુસાફરોએ પોતાના બાળકો અને પરિવારજનો સાથે મોડી રાત્રે એરપોર્ટ પર જ રાતોવાસ કરવો પડ્યો હતો.ત્યાં કેટલાક મુસાફરોના પરિવારના સભ્યની તબિયત પણ ખરાબ હોવાથી ભારે હાલાકી વેઠવી પડી હતી.

 

 

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter