OMG: રમકડાંની ગાડી માંડ રમતા તૈમૂરને ડેડીએ આપી આટલી મોંઘી કાર

સૈફ અલી ખાને પોતાના દીકરા તૈમૂરને ચિલડ્ર્ન્સ ડેના દિવસે મોટી સરપ્રાઇઝ આપી હતી. જોકે આ ગિફ્ટ અંગે સાંભળીને તમે જરૂર ચોંકી ઉઠશો.  સૈફ અલી ખાને પોતાના દીકરાને એક મોટી કાર ગિફ્ટ કરી છે.

આમ તો તૈમૂર હજી પ્લાસ્ટિક કે રમકડાંની કાર પણ માંડ માંડ રમી શકે તેવો છે પરંતુ નવાબનો પ્રિન્સ હોવાથી તેના ડેડી  સૈફે  તેને સાચી કાર જ આપી દીધી છો.  સોમવારે સૈફ અલી ખાને  1.30 કરોડની નવી કાર ખરીદી હતી. શો રૂમમાં ગાડી લેવા પહોંચેલા સૈફ અલીએ મીડિયાને જણાવ્યું હતુ કે તે આ કાર તૈમૂરને ભેટમાં આપશે.

સૈફે જણાવ્યું હતું કે આ કારની બેકસીટ પર બેબી સીટ છે તેમાં બેસાડીને સૈફ તેને ડ્રાઇવ પર લઈ જવા માંગે છે.  સૈફે એમ પણ કહ્યું હતું  કે  બાળકોની સુરક્ષાને જોતા આ કાર ઘણી ખાસ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter