રિક્ષાચાલક પાસે માત્ર 5 રૂપિયા માટે પોલીસે ખાખી વરદીને શરમમાં મૂકી

અમદાવાદમાં પોલીસ કર્મચારીની દાદાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રિક્ષામાં મુસાફરી બાદ ભાડાની માંગણી કરવામાં આવતા પોલીસ કર્મચારી દાદાગીરી પર ઉતરી આવ્યો હતો.

માત્ર પાંચ રૂપિયાની ચૂકવણી માટે પોલીસની દાદાગીરી લોકોને પણ શરમાવે તેવી છે. રિક્ષા ચાલકે ભાડાની માગણી કરતા પોલીસે લાયસન્સની માગણી કરી હતી. અંતે પોલીસની ખોટી દાદાગીરી સામે નાગરીકે વાંધો ઉઠાવતા પોલીસે પણ ભાડું ચૂકવવુ પડ્યું હતું. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો નેશનલ હાઇવે 8 પરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter