અમદાવાદમાં હજ્જારો લીટર પીવાનું ચોખ્ખુ પાણી બોરમાંથી ગટરમાં વહી ગયુ !

એક તરફ રાજ્યભરમાં પાણીની તંગી પ્રવર્તી રહી છે. તો બીજી તરફ તંત્રની બેદરકારીને કારણે જ લાખો લિટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. વાત છે અમદાવાદની કે જ્યાં મહાનગરપાલિકાની બેદરકારીને કારણે નરોડા વિસ્તારમાં પાણીનો વ્યય થઇ રહ્યો છે. નરોડા વિલેજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં જ પાણી વેડફાઇ રહ્યું છે. રસ્તા પર લાખો લિટર પાણી વહીને ગટરમાં ઠલવાઇ રહ્યું છે. જો કે આ મામલે નવા શરૂ કરાયેલા બોરમાં વોશઆઉટ થઇ રહ્યો હોવાનો લૂલો બચાવ મનપાના કર્મચારીઓ કરી રહ્યા છે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter