તો અમદાવાદીઓએ પણ 10થી 15 વર્ષ જૂના વ્હીકલોને ભંગારમાં નાંખી દેવા પડશે

મેટ્રો સીટીમાં વધી રહેલા પ્રદુષણને લઈને ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી થઇ હતી. જેમાં અરજદારે પિટિશનમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં જે લેવલે પ્રદુષણ વકર્યું છે. તેની સરખામણીએ અમદાવાદ શહેર પહોંચવાની તૈયારીમાં છે. જાહેરહિતની અરજીના પગલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારે. ટ્રાન્સપોર્ટ કમિશનર તથા જીપીસીબી અને આરટીઓને નોટિસ પાઠવી છે.

મેટ્રો સીટીમાં વધી રહેલા વાહનોની સંખ્યાને લઈને તમામ મેટ્રોસીટીમાં પ્રદુષણનું પ્રમાણ પણ વધી રહ્યું તેને લઈને ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી જેમાં હાઇકોર્ટે સરકાર સહીત સલંગ્ન અધિકારીઓને અને તેમના વિભાગને નોટિસ પાઠવી છે.

અરજદારે પોતાની અરજીમાં એવી રજૂઆત કરી છે કે 10 વર્ષ  થઈ ગયા હોય તેવા ડીઝલ વાહનો અને 15 વર્ષ થઇ ગયા હોય તેવા પેટ્રોલ વાહનોને સ્ક્રેપ કરવામાં આવે સાથે જ અરજદારે પોતાની પિટિશનમાં માંગણી કરી છે કે સરકાર દ્વારા આવા  વાહન માલિકોને પ્રોત્સાહન રૂપી સબસીડી આપવી જોઈએ.

અમદાવાદ શહેરની કુલ વસ્તી 55 લાખની આસપાસ છે જયારે તેની સામે પબ્લિક ટ્રાન્સપોર્ટની જો વાત કરવામાં આવે તો AMTSની બસો 700 જેટલી છે જયારે BRTSની બસો માત્ર 300 જેટલી છે. તો સામાન્ય પબ્લિક કંઈ રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકશે. તે વાત પણ હકીકત છે. હાઇકોર્ટમાં કરવામાં આવેલી પિટિશનમાં પિટિશનરે રજૂઆત કરી છે

ઓટો રીક્ષા,છકડો અને બસ અને ડીઝલથી ચાલતા વાહનોને સીએનજીમાં કન્વર્ટ કરવામાં આવે અને શહેરની તમામ બસોને જે સીએનજીમાં રૂપતારિત કરવામાં આવે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter