હાર્દિક પટેલની અટકાયત બાદ મોરબીમાં પણ પોલીસ સતર્ક

અમદાવાદમાં હાર્દિક પટેલની અટકાયત બાદ પાટીદારોના હબ ગણાતા મોરબીમાં પણ પોલીસ સતર્ક બની છે. ઉપવાસ આંદોલનમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી સમર્થકો અમદાવાદ આવવાના છે. ત્યારે મોરબી પોલીસે શહેરમાં બંદોબસ્ત વધારી દીધો છે. નવા બસસ્ટેન્ડ પાસે એલસીબી, એસઓજી સહિત પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનિય બનાવ ન બતે તે માટે પોલીસ રાઉન્ડ ધ ક્લોક સ્થિતિમાં જોવા મળી રહી છે.

પાસ કન્વીરનર હાર્દિક પટેલની પોલીસે અટકાયત કરી છે. હાર્દિક ઉપવાસ સ્થળે જવા રવાના થતા પોલીસે તેને અટકવવામાં આવ્યો હતો. પોલીસે હાર્દિકની કારનો દરવાજો બળજબરીથી ખોલી હાર્દિક પટેલની અટકાયત કરી હતી. પોલીસે ગાડીમાંથી ઉતારી હાર્દિકને પોલીસ ગાડીમાં બેસાડ્યો હતો. હાર્દિક સહિત પાસના કન્વીનરોની પણ અટકાયત કરવામાં આવી હતી.

હાર્દિકની અટકાયત કરતાની સાથે પાસના કાર્યકરોએ જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા. હાર્દિક પટેલને પોલીસની વાનમાં બેસાડી પોલીસ રવાના થઈ હતી. હાર્દિક પટેલને ક્રાઈમ બ્રાંચ લઈ જવામાં આવી રહ્યો છે. હાર્દિકને ઉપવાસ સ્થળે જતા રોકવા માટે હાર્દિકના બંગલે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

 

 

 

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter