‘મૉમ’ ફિલ્મ પછી આ સુપરહિટ ફિલ્મની સિક્વલમાં જોવા મળશે શ્રીદેવી

બોલિવુડ એક્ટ્રેસ શ્રીદેવી 5 વર્ષ પછી ફરી એકવાર થ્રિલર ફિલ્મ ‘મૉમ’ દ્વારા બિગ સ્ક્રિન પર કમબેક કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ મા-દીકરીના સંબંધ પર આધારિત છે અને આ ફિલ્મનું કામ પૂરું કર્યા બાદ તે પોતાની સુપરહિટ ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’ની સિક્વલ પર કામ શરૂ કરી દેશે.

ફિલ્મ મેકર્સે ‘મિસ્ટર ઈન્ડિયા’ની સિક્વલમાં અનિલ કપૂર અને શ્રીદેવીને લીડમાં રાખ્યા જ છે, સાથે જ એક નવી જોડીને પણ કાસ્ટ કરવામાં આવશે જે મહત્વની ભૂમિકામાં દેખાશે. ફિલ્મના નજીકના સૂત્રોનુસાર, ‘ફિલ્મમાં મૂળ ફિલ્મની સ્ટોરીને જ આગળ વધારવામાં આવશે પરંતુ તેના માટે અમારે એક સારી વાર્તા જોઈતી હતી જે હવે અમને મળી ગઈ છે.’

ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’ના ડિરેક્ટર શેખર કપૂરે આ ફિલ્મના ડિરેક્શન માટે ના પાડ્યા બાદ મેકર્સે અત્યાર સુધી કોઈ ડિરેક્ટરને સાઈન કરવામાં આવ્યા નથી,. જોકે, એવું માનવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મનું ડિરેક્શન રાકેશ ઓમપ્રકાશ મેહરા અથવા ‘મૉમ’ના ડિરેક્ટર રવિ ઉડયાવર કરી શકે છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter