વડાપ્રધાન મોદીના હમશકલે પરેશાની દૂર કરવા લીધો આવો નિર્ણય

કેરળના એમ.પી.રામચંદ્રનની ફોટો આજકાલ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. બંગ્લુરૂ માટે ટ્રેનની રાહ જોઇ રહેલા રામચંદ્રનની ફોટો વાયરલ થઇ ગઇ છે.

રામચંદ્રનને શરૂઆતમાં જ્યારે લોકો PM મોદી જેવો દેખાવવાને કારણે સેલ્ફી લેવા માટે લાઇન લાગતી હતી અને તેમણે ગમતુ હતુ. તેમણે લાગ્યુ કે, તેઓ લોકપ્રિય થઇ રહ્યા છે અને આ લોકપ્રિયતાને કારણે તેમની જીવવાનું અઘરૂં બની ગયુ છે.

જ્યારે AIB નામના કૉમેડી ગ્રુપના મેમ્બરના તન્મય ભટ્ટે તેમના ફોટો પર સ્નેપચેટનું ડૉગી ફિલ્ટરનો ઉપયોગ કર્યો અને ત્યાર બાદ વિવાદ થતા ત્યારથી PM મોદીના હમશક્લ રામચંદ્રન ખૂબ જ પરેશાન છે. 61 વર્ષીય રામચંદ્રન હવે PM મોદીની જેમ દેખાવવાનું પસંદ નથી કરતા.તેમના અનુસાર, ”તેઓ આગામી મહિનામાં દાઢી કરી દેશે કેમકે તેમના ફોટોઝનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ છેલ્લા કેટલાય સમયથી થઇ રહ્યુ છે.”

તેમણે આગળ જણાવ્યુ કે, જ્યારે તેઓ ગયા અઠવાડિયા સ્ટેશન પર બંગલુરૂની ટ્રેનની રાહ જોતા જોતા મોબાઇલમાં કંશુક જોઇ રહ્યા હતા, ત્યારે તેમની ફોટો કોઇએ ક્લિક કરી દીધી હતી અને આ ફોટોમાં તેઓ PM નરેન્દ્ર મોદી જેવા જ લાગી રહ્યા છે.

ત્યારબાદ AIBના તન્મય ભટ્ટે PM મોદીની મજાક બનાવવા માટે આ ફોટોનો ઉપયોગ કર્યો હતો. જોક્ ત્યારબાદ PM મોદીની ફોટો સાથે થયેલી મજાકથી લોકોને હસવું તો ના આવ્યુ પણ AIBની ટીમની વિરુદ્ઘમાં FIR દાખલ કરવામાં આવી છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter