ત્રિકોણિય સિરીઝમાં ઓસી.ના બદલે અફઘાનિસ્તાન A ટીમ રમશે

ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓના પગાર મુદ્દાને કારણે ત્રિકોણિય સિરીઝમાંથી હટ્યા બાદ ઓસ્ટ્રેલિયાના સ્થાને અફઘાનિસ્તાન A ટીમને દક્ષિણ આફ્રિકામાં 26 જુલાઇથી શરૂ થનાર ત્રિકોણિય સિરીઝમાં સામેલ કરવામાં આવી છે.

અફઘાનિસ્તાનની ટીમને ટેસ્ટ દરજ્જો મળ્યો છે. અફઘાનિસ્તાનની A ટીમને ત્રિકોણિય સિરીઝમાં રમવા માટે સોનેરી તક મળી છે. ઓસ્ટ્રેલિયા A ટીમ પગાર મામલાને લઇને ત્રિકોણિય સિરીઝમાંથી હટતા અફઘાનિસ્તાન A ટીમને ટૂર્નામેન્ટમાં રમવા માટે આમંત્રિત કરાઇ હતી. જેનો અફઘાનસ્તાનની ટીમે સ્વિકાર કર્યો હતો. ત્રિકોણિય સિરીઝમાં દક્ષિણ આફ્રિકા, ભારત અને અફઘાનસ્તાનની A ટીમો ભાગ લેશે.

ક્રિકેટ દક્ષિણ આફ્રિકાના મુખ્ય કાર્યકારી હારુન લોગાર્ટે કહ્યું કે, અમે એ વાતથી ઘણાં ખુશ છીએ કે, અફઘાનિસ્તાને અમારા આમંત્રણનો સ્વિકાર કર્યો છે અને પ્રથમ વખત અમારા દેશમાં પોતાની ટીમને મોકલવાનો નિર્ણય કર્યો છે. જેનું અમે સ્વાગત કરીએ છીએ. અમને પૂરી આશા છે કે, અફઘાનિસ્તાન A ટીમ દક્ષિણ આફ્રિકા અને ભારતની ટીમ સામે આકરી ટક્કર આપશે.

જ્યારે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના મુખ્ય કાર્યકારી શફીકઉલ્લાહ સ્તાનિકજઇએ કહ્યું કે, આગામી ત્રિકોણિય સિરીઝનો ભાગ બનતા અમે ખુશ છીએ. દક્ષિણ આફ્રિકાનો આ અમારો પ્રથમ પ્રવાસ હશે. મને વિશ્વાસ છે કે, આનાથી ટીમને ઘણો ફાયદો થશે.

ઉલ્લેખનીય છેકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(આઇસીસી) દ્વારા ગત મહિને આયરલેન્ડની સાથે સાથે અફઘાનિસ્તાનની ટીમને પણ ટેસ્ટનો દરજ્જો આપ્યો હતો.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter

Gujarat Elections 2017 - Full Coverage