ભારત અમેરિકાનું દબાણ નહીં ગણકારે : અેસ-400 મિસાઇલ ડીલમાંથી પીછેહઠ નહીં

ભારત અમેરિકાના દબાણ છતાં રશિયા સાથેની 39 હજાર કરોડ રૂપિયાની થનારી એડવાન્સ એસ-400 ટ્રાયમ્ફ એર ડિફેન્સ મિસાઈલની ડીલને આગળ વધારશે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતરમને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું છે કે ભારત હવે એસ-400 સિસ્ટમની ખરીદીને લઈને નિર્ણાયક તબક્કે પહોંચી ગયા છે. અમેરિકા દ્વારા કાઉન્ટરિંગ અમેરિકા એડવર્સરી થ્રુ સેન્ક્શન્સ એક્ટ પ્રતિબંધ લગાવતા પહેલા જ ડીલ પર વાત આગળ વધી ગઈ હતી. આ પ્રતિબંધ બીજા દેશોને રશિયા પાસેથી હથિયાર ખરીદતા રોકવાનો છે.

નિર્મલા સીતારમને કહ્યું છે કે તેઓ આ મામલાના અમેરિકા અને રશિયામાંથી એકની પસંદગી તરીકે જોઈ રહ્યા નથી. ભારતે રશિયાને જણાવી દીધું છે કે નવી દિલ્હી રશિયા સાથેના નિયમિત સંબંધમાં છે. જેમાં સંરક્ષણ સોદો પણ સામેલ છે. તેના પર ભારતની વર્ષોથી વાટાઘાટો થઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે અમેરિકાના પ્રતિનિધિમંડળે તાજેતરમાં ભારતની મુલાકાત લીધી હતી. ઓક્ટોબર-2015માં એ વાત સામે આવી હતી કે ભારત રશિયા સાથે એસ-400 મિસાઈલની ડીલ કરવાનું છે.

આ સિસ્ટમમાં યુદ્ધવિમાન, જાસૂસી વિમાન, મિસાઈલ અને ડ્રોનને તબાહ કરવાની ક્ષમતા છે. તેના દ્વારા 400 કિલોમીટર દૂર અને 30 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી દુશ્મનની મિસાઈલને તબાહ કરી શકાય છે. સીએએટીએસએ પ્રતિબંધને લઈને વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન અમેરિકાના વિદેશ પ્રધાન અને સંરક્ષણ પ્રધાન સાથે વાતચીત કરશે. પહેલા આ મુલાકાત છ જુલાઈએ યોજાવાની હતી. પરંતુ અમેરિકાએ ટુ પ્લસ ટુ ફોર્મેટ હેઠળની વાટાઘાટોને રદ્દ કરી હતી. હવે આ મુલાકાત સપ્ટેમ્બરમાં થવાની છે.

અમેરિકાના સંરક્ષણ અને વિદેશ પ્રધાને ભારત જેવા દેશો માટે સીએએટીએસએમાં છૂટની માગણી કરી છે. ભારત અને અમેરિકા સંચાર, અનુકૂલતા અને સુરક્ષા વ્યવસ્થા જેવા મિલિટરી પેક્ટ પર પણ દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.

  • ભારત રશિયા સાથે એસ-400 મિસાઈલની ડીલ કરવાનું છે.
  • રશિયા સાથેની 39 હજાર કરોડ રૂપિયાની થનારી એડવાન્સ એસ-400 ટ્રાયમ્ફ એર ડિફેન્સ મિસાઈલ ડીલ
  • અમેરિકાના પ્રતિનિધિમંડળે તાજેતરમાં ભારતની મુલાકાત લીધી
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter